શોન મેન્ડેસ અને કેમિલા કેબેલોના સંબંધનો અંત આવ્યો - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • શોન મેન્ડેસ અને કેમિલા કેબેલોના સંબંધનો અંત આવ્યો

શોન મેન્ડેસ અને કેમિલા કેબેલોના સંબંધનો અંત આવ્યો

 | 4:51 am IST
  • Share

  શોન મેન્ડેસ અને કેમિલા કેબેલો એકબીજાને છેલ્લાં આઠ વર્ષથી ઓળખે છે. આઠ વર્ષની મિત્રતા બાદ તેઓ છેલ્લાં બે વર્ષથી પ્રેમસંબંધોમાં પણ જોડાયાં હતાં. બંનેની પૅરને લોકોએ ઘણી પસંદ કરી છે. જોકે બંનેના ફેન્સને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે બંનેએ બ્રેકઅપની જાહેરાત કરી. બંનેએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરીને પોતાના બ્રેકઅપના સમાચાર ફેન્સને આપ્યા હતા. બંનેએ જણાવ્યું હતું કે આ અમે મ્યુચ્યુલ અન્ડર સ્ટેન્ડિંગથી આ નિર્ણય લઇ રહ્યાં છીએ. અમે ખરાબ બ્રેકઅપ કરવા નથી માંગતાં. કહો કે અમારા સંબંધને અમે એ કગાર સુધી લઇ જવા જ નથી માંગતા એટલે જ સમયસર આ નિર્ણય લઈ રહ્યાં છીએ. અમે એકબીજાના સારા મિત્રો હંમેશાં રહીશું. બસ, અમે પ્રેમ સંબંધોનો અહીં અંત લાવી રહ્યાં છીએ, બાકી મિત્રતા યથાવત્ રહેશે. બંનેના બ્રેકઅપનું કારણ સંબંધમાં નવીનતાનો અભાવ છે. બંને લાંબા સમયથી એકબીજાને જાણતાં હોવાથી બંનેના સંબંધમાં કોઈ સ્પાર્ક રહ્યો નહોતો, પરિણામે ઝઘડા વધી રહ્યા હતા તેથી શોને કેમિલાને બ્રેકઅપ કરવા સમજાવી હતી. જોકે શરૂઆતમાં કેમિલા આ નિર્ણય બાબતે સહમત નહોતી, તે દુઃખી હતી પણ સમય જતાં તેને શોનની વાત ગળે ઊતરી અને બંનેએ બ્રેકઅપ કરી લીધું છે. વૅલ, હવે એ સમય આવી ગયો છે કે સંબંધમાં નવીનતા ન લાગે તો તમે છૂટાં પડી જાવ, પહેલાં એવું નહોતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો