શ્રાદ્ધના પ્રકાર   - Sandesh
1.6M
1M
1.7M
APPS

શ્રાદ્ધના પ્રકાર  

 | 12:30 am IST
  • Share

નિત્ય શ્રાદ્ધ : દરરોજ શ્રદ્ધા તથા વિશ્વાસપૂર્વક કરવામાં આવતાં દેવપૂજન, માતા-પિતા તથા ગુરુજનોનાં પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.

કામ્ય શ્રાદ્ધ : કોઈ કામનાની ર્પૂિત માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

વૃદ્ધ શ્રાદ્ધ : વિવાહ કે અન્ય પ્રસંગે ઘરના વડીલો કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

સપિંડ શ્રાદ્ધ : સન્માનની ઇચ્છાથી કરવામાં આવતું શ્રાદ્ધ.  

ગૌષ્ઠ શ્રાદ્ધ : ગૌશાળામાં ગાયની સેવા સ્વરૃપે કરવામાં આવતું શ્રાદ્ધ.

કર્માંગ શ્રાદ્ધ : ભાવિ સંતતિ માટે કરવામાં આવતાં ગર્ભાધાન, સોમયાગ, સીમંતોન્નયન વગેરે સંસ્કાર.

દૈદિક શ્રાદ્ધ : દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાતું શ્રાદ્ધ.

શુદ્ધિ શ્રાદ્ધ : કોઈ પાપકર્મના પ્રાયિૃત સ્વરૃપે કરવામાં આવતું શ્રાદ્ધ.

તૃષ્ટિ શ્રાદ્ધ : યાત્રાએ જઈ રહેલા સંબંધીની કુશળતાની કામનાથી કરવામાં આવનારું દાન-પુણ્ય.

પર્વ શ્રાદ્ધ : અમાસ વગેરે પર્વો પર મંત્રપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ.

શ્રાદ્ધ કેવી રીતે કરશો?

પવિત્ર તીર્થ પર જઈને પિતૃની તિથિએ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કર્મકાંડ કરીને સૌથી પહેલાં તીર્થના દેવતા, સમસ્ત ઋષિ-મુનિઓ, પિતૃઓ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરો. ખીર-પૂરી બનાવીને કાગવાસ જરૃર નાખવો. પરિવારે સાથે બેસીને ખીર-પૂરીનું ભોજન કરવું અને પૂર્વજોની તસવીર સમક્ષ હાથ જોડી પ્રાર્થના કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન