શ્રાીજી વિસર્જન કરવા આવેલ ભકતો -પોલીસ વચ્ચે બોલાચાલી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શ્રાીજી વિસર્જન કરવા આવેલ ભકતો -પોલીસ વચ્ચે બોલાચાલી

શ્રાીજી વિસર્જન કરવા આવેલ ભકતો -પોલીસ વચ્ચે બોલાચાલી

 | 2:30 am IST

પાલિકા દ્વારા બે સ્થાને કૃત્રિમ જળકુંડ તૈયાર કરવા તૈયારીઓ

આશરે નાની-મોટી થઈને ૨૦૦૦ પ્રતિમાનું વિસર્જન કરાશે

। ભરૂચ ।

ભરૂચ જિલ્લામાં શ્રાીજી વિસર્જન કરાઈ રહ્યા છે ત્યારે નર્મદા નદીના પાણીના કારણે વિસર્જન ન કરવા દેતાં ભકતો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે રકઝક થઈ હતી દરમ્યાન શ્રાીજી વિસર્જન અંગે નગરમાં બે કૃત્રિમ જળકુંડ તૈયાર કરાઈ રહ્યા છે.

શ્રાીજી મહોત્સવના એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે જેમણે એક કે ત્રણ કે પાંચ દિવસના શ્રાીજી બિરાજમાન કર્યા હોય તેઓ શ્રાીજી વિસર્જન શ્રાદ્ધા પુર્વક કરી રહ્યા છે આવા સમયમાં કેટલાક શ્રાીજી મંડળો દ્વારા નર્મદા નદીના કિનારાના વિવિધ વિસ્તારોમાં શ્રાીજી વિસર્જન કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ જે તે કિનારા પર નર્મદા નદીનું પાણી ઉંડુ હોવાથી પોલીસ તંત્રના કર્મચારીઓએ શ્રાીજી ભકતોને સમજાવ્યા હતા. જો કે કેટલીક બોલાચાલી પણ થઈ હતી આવા સમયે ઝાડેશ્વર અને મકતમપુર અને નગરના અન્ય વિસ્તારના સમાજ સેવકો દ્વારા યોગ્ય સહાય કરી શ્રાીજી વિસર્જન કરાયુ હતું.

 

 

સમાજ સેવકોની મહત્વની ભૂમિકા

કેટલાક લોકોએ એક દિવસના તો કેટલાકે પાંચ દિવસના શ્રાીજીની સ્થાપના કરી હતી. જેઓ વિસર્જન અર્થે નર્મદા નદીના કિનારે જતા તેઓના શ્રાીજીનું રજીસ્ટ્રેશન ન હોવાના પગલે કેટલીક રકઝક પોલીસ તંત્ર સાથે થઈ હતી.  જોકે સમાજ સેવકોએ શ્રાીજી વિસર્જન અંગે કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;