શ્રીનગરમાં આતંકી હુમલામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહીદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શ્રીનગરમાં આતંકી હુમલામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહીદ

શ્રીનગરમાં આતંકી હુમલામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહીદ

 | 5:00 am IST
  • Share

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કરી લીધો હતો. જૂના શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં થયેલા આ હુમલામાં એક  પ્રોબેશનરી પીએસઆઇ અર્િશદ અરશદને ગોળીઓ લાગી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આ પીએસઆઇ શહીદ થઇ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ અભિયાન શરૃ કરવામાં આવ્યું હતંુ. આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આતંકીઓ પીઠ પાછળથી પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.   ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જાસૂસી સંસ્થાઓએ ૧૫ દિવસોની અંદર આતંકી હુમલાના ૧૦ થી વધારે એલર્ટ જારી કર્યા હતા. બધા એલર્ટમાં પીઓકે દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા અને આતંકી હુમલાની આશંકા વ્યકત કરવામાં આવી હતી.  અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે માંજાકોટમાં બરોટે ગલીના વન વિસ્તારમાં અનેે થાનામંડીના કેટલાક વિસ્તારોમાં પોલીસ અને સેના દ્વારા સંયુક્ત અભિયાન શરૃ કરવામાં આવ્યું હતંુ. જમ્મુ કાશ્મીરમાં ગયા મહિને  સેનાને સોપોરમાં મોટી સફળતા મળી હતી. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં અહીં ૩ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન