સંખેડામાં ઇન્ટરનેટ સેવા ખોટકાતા રેતી લીઝધારકો મૂંઝવણમાં મુકાયા - Sandesh
  • Home
  • Baroda
  • સંખેડામાં ઇન્ટરનેટ સેવા ખોટકાતા રેતી લીઝધારકો મૂંઝવણમાં મુકાયા

સંખેડામાં ઇન્ટરનેટ સેવા ખોટકાતા રેતી લીઝધારકો મૂંઝવણમાં મુકાયા

 | 3:15 am IST

 

ગોલાગામડી ટોલ નાકા પર એકપણ વાહન ન આવતા સન્નાટો

સર્વર ચાલુ ન હોવાથી રોયલ્ટી પાસ ન નીકળતા વાહનોની કતાર જામી

ા ગોલાગામડી ા

ઇન્ટરનેટ સેવા ખોટકાતા સમગ્ર ઇન્ટરનેટ સેવા પર આધારીત તમામ વેપાર ઉદ્યોગ પર મોટી અસરો છોટાઉદેપુર જિલ્લા સહિત સંખેડા તાલુકામાં જોવા મળી હતી. સંખેડા તાલુકામાં ચાલતા રેતી ઉદ્યોગોને ઇન્ટરનેટ સેવા ખોટકાતા અસર પહોંચી હતી. સરવર ચાલુ ન હોવાના કારણે રેતીની રોયલટી પાસ ન નીકળતા લીઝ ઘારકો મૂંઝવણમાં મુકાયા હતા. વહેલી સવારથી જ સંખેડા બહાદરપુરમાં તેમજ બીજી અન્ય ગામોમાં ચાલતી લીઝોમાં રેતી ભરવા આવેલા વાહનોની મોટી કતારો જોવા મળી હતી. પણ સરવર ચાલુ ન થતાં રોયલટી પાસ ન નીકળતાં લીઝ ઘારકોએ રેતી ભરવાનું બંધ રખાતા રેતી ભરવા આવેલા વાહનોનો જમાવડો થઇ ગયો હતો. સરવર ચાલુ થવાની રાહ જોઇને રેતી ભરવા આવેલા વાહનોને બપોરબાદ પણ સરવર ચાલુ ન થતાં રેતી ભર્યા વગર પાછા ફરવુ પડયુ હતું. જેના કારણે આર્િથક નુકસાન થયુ હોવાનું વાહન ચાલકોએ જણાવ્યુ હતું.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં રેતી ઉદ્યોગ ઠપ થઇ જતાં છોટાઉદેપુર- વડોદરા જિલ્લાને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલ મુખ્ય ગોલાગામડી ચાર રસ્તા પર બનેલા જિલ્લા ખાણ- ખનીજના ટોલનાકા પર સવારથી જ એકપણ રેતી ભરેવુ વાહન વજન કાંટો કરવા ન આવતા ટોલનાકાક પર પણ સન્નાટો છવાયો હતો. ટોલ નાકાનાં સંચાલકોએ ઇન્ટરનેટ સેવા કયારે શરૃ થશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. રેતી ઉદ્યોગ બંધ રહેતા આ રાજ્ય ધોરી માર્ગ પર નાનો- મોટો વેપાર કરી ગુજરાન ચલાવતા દુકાનદારો પણ મોટી આર્િથક અસરો પડી હતી. લીઝ ઘારકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર રાજ્યના ખાણ ખનીજ વિભાગનુ સરવર ખોટકાતા તેની અસર સંખેડા તાલુકામાં જોવા મળી હતી.

;