સંખેડા ઉચ્છ નદી કિનારેથી રેતી ખનનનું કૌભાંડ ઝડપાયું - Sandesh
  • Home
  • Baroda
  • સંખેડા ઉચ્છ નદી કિનારેથી રેતી ખનનનું કૌભાંડ ઝડપાયું

સંખેડા ઉચ્છ નદી કિનારેથી રેતી ખનનનું કૌભાંડ ઝડપાયું

 | 8:28 pm IST

સંખેડા તા.૧૯

સંખેડા ઉચ્છ નદીના કિનારે આવેલ પીપળસટનાં સિમાડાવાળા પંચેશ્વર વિસ્તારમાંથી બેનંબરના રેતી ખનન દ્વારા ભરાતી ટ્રકો બાબતે છોટાઉદેપુર ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરતા જેઓની ટીમે આજરોજ સવારના ૧૦ કલાકે દરોડો પાડતાં પંદર લાખના એક હિટાચી મશીન સહિત ઓવરલોડ રેતી ભરેલ પાંચ ટ્રકો તેમજ સાત ખાલી ટ્રકો સહિત ૧૨ જેટલી ટ્રકો પકડી પાડતાં વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને કામગીરીની સાથે જ સંખેડા વિસ્તારની મોટાભાગની રેતીની લીઝો બંધ થઇ જવા પામી હતી.

  • પાંચ ભરેલી અને સાત ખાલી ટ્રક સહિત હિટાચી મશીન જપ્ત કરાયું

પીપળસટના સિમાડા એવા પંચેશ્વરવાળા નદી પટમાં પાંચ હેક્ટરની એક જ રેતીની લીઝ કાયદેસરની આવે છે જ્યારે બાકીનો વિસ્તાર બિન અધિકૃત તરીકે ગણાય છે પરંતુ છેલ્લા બેથી ત્રણ મહિનાથી આશાબેન લક્ષ્મણભાઇ કહારે પોતાની કાયદેસરની રેતીની લીઝ બંધ રાખતા આ સિવાયની જગ્યા ઉપર સફેદ દાણા જેવી પથરાયેલ રેતી ઉપર બે નંબરમાં ખોદકામ કરતાં રેતી ખનનવાળોની પડતાં જેઓએ સબ ભૂમી ગોપાલ કીની જેમ છેલ્લા બેથી ત્રણ દિવસથી બે નંબરમાં રેતી ખનન કરી ટ્રકો ભરવાની શરૃ કરી હતી.

  • સંખેડામાં ગેરકાયદે ખનન થયેલી રેતી લઇ જતી ૧૨ ટ્રક સહિતના સાધનો જપ્ત

પરંતુઆ બાબતની જાણ પીપળસ ગ્રામ પંચાયતના સભ્યોને થતાં જેવો સ્થાનિક વ્ક્તિએ સાથે આજેરજો સવારના આશરે આઠ કલાકે પંચેશ્વરવાળા વિસ્તારના નદી પટમાં દોડી ગયા હતા અને જેઓએ બિન અધિકૃત વિસ્તારમાંથી રેતી ઉલેચીને આવતી ટ્રોકને નદી કિનારે જ થંભાવી દેતાં આ સમયે પાંચ જેટલી ટ્રકો રેતી ભરેલ સાથે અને રેતી ભરવા ઉતરેલ બીજી સાત જેટલી ટ્રકો સહિત કુલ ૧૨ જેટલી ટ્રકો અને આ ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ભરી આપનાર હિટાચી મશીનને પકડી પાડી પીપળસટ ગ્રામ પંચાયતના સરપંચ સભ્યોએ સંખેડા મામલતદાર સહિત છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીને ટેલીફોનીક જાણ કરતાં ભૂસ્તર શાસ્ત્રીએ તેઓના સ્ટાફને સૂચના આપતાં જેઓ તાબડતોબ સંખેડા પાસેના પંચેશ્વર ખાતે દોડી આવી હિટાચી મશીન બાર ટ્રકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જોકે ગેરકાયદેસર રેતી ખનન કરી ટ્રકોમં રેતી ભરી આપનાર હિટાચી મશીનનો ડ્રાઇવર તેમજ આ ગેરકાયદે રેતી ખનનો વેપલો ચલાવનાર મુખ્ય સૂત્રધાર રફૂચક્કર થઇ જવામાં સફળ રહ્યાં હતાં. જોકે હવે આવા મુખ્ય જવાબદાર સામે ખાણ ખનીજ તંત્ર કેવા પગલા ભરે છે. જેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.

છોટાઉદેપુર ખાણ ખનીજ તંત્રએ રેતી ભરેલ સાથે પકડાયેલ પાંચ રેતીની ટ્રકોનો વજન કાંટો કરાવતાં જીજે ૬ ઝેડઝેડ ૨૪૧૬માં ૨૪૩૦૦, જીજે ૨૩ટી ૬૩૫૪માં ૧૫૮૪૦, જીજે ૬એયુ ૬૦૩૩માં ૧૪૨૯૦ જીજે ૬એયુ ૬૦૩૩માં ૧૬૮૫૦, જીજે ૬ એટી ૮૬૩૨માં ૧૮૭૫૦ ટ્રકનો વજન બાદ કરતાં નેટ વજન હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ ટ્રકોને સંખેડા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવાની કાગીરી ખાણખનીજ વિભાગે શરુ કરેલ હોવાનું જાણવા મળેલ છે.