સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી હવે તા.૧૪મીએ થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી હવે તા.૧૪મીએ થશે

સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી હવે તા.૧૪મીએ થશે

 | 2:31 am IST

રજિસ્ટ્રારે અગાઉ ચૂંટણી મુલતવી રાખી હતી

ા ગોલાગામળી ા

સંખેડા છઁસ્ઝ્રના ચેરમેનની અગાઉ તા.૧૦ મી ઓગષ્ટના રોજ ચૂંટણી યોજવા માટેનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો. જે ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અનિવાર્ય સંજોગો ના કારણે મુલત્વી રાખવા માટેનો એજન્ડા ચૂંટણી યોજાવાની હતી. એના આગલા દિવસે સાંજે જ કાઢયો હતો.

જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અનિવાર્ય સંજોગોના કારણે ચેરમેનની યોજાનારી ચૂંટણી મુલત્વી રાખવાનો એજન્ડા કાઢવામાં આવતા તેના વિરુદ્ધ સંખેડા છઁસ્ઝ્ર ઇન્ચાર્જ ચેરમેન હેમરાજસિંહ મહારાહુલ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

હાઇકોર્ટમાં આ કેશ ચાલીજતા હાઇકોર્ટે સંખેડા છઁસ્ઝ્ર ના ચેરમેનની ચૂંટણી યોજવા માટે ઓરલ ઓડર કરતા આખરે જિલ્લા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચેરમેન ની ચૂંટણી યોજવા માટેનો એજન્ડા કાઢવામાં આવ્યો છે. જે મુજબ સંખેડા છઁસ્ઝ્રના ચેરમેનની ચૂંટણી ડિરેક્ટરની પેટા ચૂંટણી પહેલા તા.૧૪ મી ઓક્ટોમ્બરના રોજ યોજવામાં આવશે,

જે અનુસંધાને જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી ઇન્ચાર્જ અધિકારી બી.સી.ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુંહતું કે, સંખેડા છઁસ્ઝ્ર ના ચેરમેનની ચૂંટણી તા.૧૪ મી ના રોજ યોજાશે. હાઈકોર્ટે ઑર્ડર કરતા એજન્ડા કાઢવામાં આવ્યો છે. અગાઉ અનિવાર્ય સંજોગોને કારણે ચેરમેનની ચૂંટણી મુલત્વી રાખવા માંઆવી હતી. જે હવે ૧૪મીએ યોજાનાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;