સંખેડા તાલુકાના પીપળસટ ગામે  ખેતર ફરતે કરેલી વાડના તારનો કરંટ લાગતા ત્રણ શખસનાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સંખેડા તાલુકાના પીપળસટ ગામે  ખેતર ફરતે કરેલી વાડના તારનો કરંટ લાગતા ત્રણ શખસનાં મોત

સંખેડા તાલુકાના પીપળસટ ગામે  ખેતર ફરતે કરેલી વાડના તારનો કરંટ લાગતા ત્રણ શખસનાં મોત

 | 2:30 am IST

 

અધિકારીઓ પીપળસટ પહોંચી ખેતરનું વીજજોડાણ કાપ્યું

ા ગોલાગામડી ા

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામના સીમ વિસ્તારમાં આવેલ કપાસના વાવેતરવાળા ખેતરની ફ્રતે કરવામા આવેલી લોખંડના તારની વાડમાંથી પસાર થતી વેળા વીજ પ્રવાહથી કરંટ લાગતા આજ ગામના ત્રણ વ્યક્તિઓના મોત થવાને કારણે સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો હતો.

સંખેડા તાલુકા પીપલસટ ગામની સીમ વિસ્તારમાં આવેલ કપાસના વાવેતરવાળા ખેતરમાં ગત મોડી સાંજે બનેલા બનાવ સંદર્ભે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો મુજબ પીપળસટ ગામના બારીયા રાજુભાઇ હિમ્મત ભાઈ (ઉ.વર્ષ.૪૭)જેઓ ઘરે સમયસર ન આવતા તેઓનો પુત્ર તપાસ કરવા માટે ગયો હતો. પુત્ર સંજયભાઈ પણ ઘરે ન આવતા તેઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સંજયની મોટરસાયકલ ખેતર જવાના રસ્તા પર મુકેલી જણાઇ આવતા ખેતરમાં તપાસ કરતા ખેતરમાં પિતા-પુત્ર મૃત હાલતમાં મળી આવતા જે અંગે સંખેડા પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક રીતે તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ ખેતરમાં વાવેલા પાકને ભૂંડોથી રક્ષણ મળી રહે તે માટે ખેતરની ફ્રતે લોખંડ ના તારની વાડમાં વીજ કરંટનો સપ્લાય આપવામા આવ્યો હતો. બાજુના ખેતરમાં થોડા અંતરે આવેલી એક ઓરડીમાંથી વાયર બહાર કાઢી  તાર સાથે બાધેલા હોવાનું પણ જણાઇ આવ્યું હતું,

ખેતરમાં વાવેલા પાકને ભુંડોથી રક્ષણ મળી રહે તે માટે ખેતરની ફ્રતે કરવામાં આવેલી લોખંડી તારની વાડમાં ઉતારવામાં આવેલા વીજ કરંટ લાગવાથી પિતા-પુત્ર નું મૃત્યુ થતા તેઓના મૃતદેહોને ટ્રેકટર દ્વારા સંખેડા રેફ્રલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટે રવાના કરાયા બાદ સંખેડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા વધુ એક મૃત દેહ મળી આવ્યો હતો. જે આજ ગામના રહીશ જશભાઈ રમણભાઈ તડવી ઉ.વર્ષ ૨૮ હોવાનું જણાઇ આવ્યું હતું. જેઓના પગ નીચે કરંટ વાળો વાયર હતો જેથી તેઓનું પણ કરંટ લાગવાથી મૃત્યુ થયું હોવાનું મનાઈ રહ્યું છે. ત્રણેવ મૃતદેહને સંખેડા રેફ્રલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પેનલ પોસમોર્ટમ કરવામાં આવ્યું હતું. સંખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,

આ બનાવ સંદર્ભે સંખેડા અને ડભોઇ ડિવિઝન ના એમ જી.વી.સી.એલના અધિકારીઓ પીપળસટ ગામે પહોંચી જઈ સ્થળ સ્થિતિની તપાસ કરતા ખેતર માલિક હસનભાઈ છીતાભાઈ મન્સૂરીના ખેતરનું હાલ વીજજોડાણ કાપી વધુ તપાસ હાથ ધરી છે. ખેતર માલિક મળ્યા ન હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;