સંખેડા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી સંખેડામાં ય્ૈંડ્ઢઝ્ર ઉભી કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરાયો - Sandesh
  • Home
  • Baroda
  • સંખેડા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી સંખેડામાં ય્ૈંડ્ઢઝ્ર ઉભી કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરાયો

સંખેડા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી સંખેડામાં ય્ૈંડ્ઢઝ્ર ઉભી કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરાયો

 | 11:20 pm IST

સંખેડા, તા. ૧૯

સંખેડા તાલુકા પંચાયતની મળેલ સામાન્ય સભામાં ઔદ્યોગીક વિકાસને વગ અથવા જીઆઇડીસી ઉભી કરવા સહિત તાલુકા પંચાયત પ્રમુખના રહેઠાણ માટે ક્વાર્ટર બનાવવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. સાત વર્ષ પહેલા જીઆઇડીસી બનાવવા માટે જાહેરાત કરાઇ હતી.

તાલુકા પંચાયતના પ્રમુખ માટે ક્વાર્ટર બનાવવા ઠરાવને મંજૂરી

આઝાદીના ૬૮ વર્ષે પણ સંખેડા તાલુકામાં ઔદ્યોગિક વિકાસની અનેક સંભાવના હોવા છતાં ઔદ્યોગિક વિકાસ નહીંવત્ છે.રોજગારીની તકો નહી વધવાના કારણે બેકારીનું પ્રમાણ ખુબજ વધવા પામ્યું છે.

અને જેને લઇને સંખેડા નગર સહિત તાલુકા નગામડાઓમાંથી આદિવાસી શ્રમજીવી ખેતમજૂર ધંધા રોજગારની શોધમાં કચ્છ, સૌરાષ્ટ્ર, તરફ પ્રયાણ કરી જાય છે. શિક્ષિત બેરોજગારો પણ રોજગારી માટે શહેરો તરફ દોડ લગાવી રહ્યો છે. જેથી આ કારણે સંખેડા તાલુકા મથક સહિત ગામડાઓ દિન પ્રદિતિન તૂટતા જઇ રહ્યા છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ કરી જીઆઇડીસી સંખેડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ ક રી જીઆઇડીસી શરૃ કરવા વિનંતી કરવામાં આવી છે.

બોડેલીના વિભાજન પછી સંખેડા તાલુકાનો વિકાસ ખુબ જ મંદ ગતિએ આવી ગયેલ હોય જીઆઇડીસી જેવાની ખુબ જ તાતી જરૃરિયાત છે. જો આમ સંખેડા પંચાયતની ચૂંટાયેલી પાંખે સર્વાનુમતે ઠરાવ ક રી સરકારના લાગતા – વળગતા સમક્ષ ભારપૂર્વક વિનંતી કરી છે.

ઉલ્લેખની છે કે સંખેડા તાલુકામાં મોટી કદની જીઆઇડીસી ઉભી કરવાની જાહેરાત વર્ષ ૨૦૦૯ માં હરેશ્વર ગામે શાળા પ્રવેશ મહોત્સવ સમયે કરાઇ હતી.

સાત વર્ષના સમયગાળા પછી પણ કશું જ કરેલ નથી. જો કે આજથી બે મહિના અગાઉ સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયકુમાર દેસાઇ આ બાબતે લેખિતમાં ધ્યાન દોર્યા પછી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ સર્વાનુમતે ઠરાવ કરી જીઆઇડીસી ઉભી કરવા માટેના પ્રયત્નો કર્યા છે.