સંજય દત્ત પ્રગતિ અને પતન એક સાથે  - Sandesh

સંજય દત્ત પ્રગતિ અને પતન એક સાથે 

 | 4:41 am IST
  • Share

  બહુ ઓછાને ખબર હશે કે સંજય દત્તનું નામસંજયકેવી રીતે પડયું! તેના જન્મ બાદ તેના નામકરણ માટે સુનીલ દત્ત અને નરગિસના ચાહકોને પૂછવામાં આવ્યું હતું. ઉર્દૂ ભાષાના ફ્લ્મિ મેગેઝિનશમાદ્વારા; ક્રાઉડસોર્સિગ દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. ચાહકો, પ્રશંસકોએસંજયનામ સૂચવ્યું હતું.  

ફ્લ્મિી પરદે પ્રવેશતાની સાથે જ ચાહકો, પ્રશંસકોમાં અનેરું સ્થાન મેળવનાર સંજય એક એવી વ્યક્તિ છે જેની ફ્લ્મિી કારકિર્દીમાં પ્રગતિ થતી રહી સાથે જ અંગત જિંદગીમાં વ્યક્તિગત રીતે, નૈતિક રીતે પતન થતું રહ્યું.  

હિન્દી સિનેમાનો નેવુંનો દાયકો ગીત, સંગીત સાથે સંજય દત્તના નામથી પણ ઓળખવો પડે તે હદે સંજયની ફ્લ્મિોએ બોક્સઓફ્સિ પરફેર્મન્સ બતાવ્યું હતું. ચોક્કસ તેની સફ્ળતામાં ડિરેક્ટર્સ, પ્રોડયુસર્સ ઉપરાંત ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનો પણ જબરદસ્ત ફળો રહ્યો છે. સંજય અને માધુરીની એક પછી એક ફ્લ્મિો હિટ, સુપરહિટ થતી રહી એટલે સુધી કે બંનેની વચ્ચે અફેર હોવાની ચર્ચાએ પણ જોર પકડયું હતું. આ સફ્ળતા વચ્ચે સંજયનું નૈતિક અને વ્યક્તિગત પતન સામે આવતું ગયું.  

1993માં મુંબઈમાં થયેલા શ્રોણીબદ્ધ બોમ્બ ધડાકામાં સંડોવાયેલા કેટલાક લોકોમાં સંજય દત્ત પણ સામેલ હતો, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે તેણે ઘણી લાંબી કાનૂની લડત આપવી પડી હતી, અનેક વાર જેલ પણ જવું પડયું હતું. આ પહેલાં પણ 1984ના અરસામાં ડ્રગ્સની સમસ્યાને કારણે સંજયનું અંગત જીવન વણસી ગયું હતું. એટલે સુધી કે સંજયે ટેક્સાસમાં ડ્રગ રિહેબ પ્રોગ્રામમાં પ્રવેશ લેવો પડયો હતો.  

માણસના જીવનમાં આવો ખરાબ, નકારાત્મક સમય આવતો હોય છે, જ્યારે તે જાણેઅજાણે એવી લતનો, કુટેવનો શિકાર બની જાય છે. મહત્ત્વનું છે આમાંથી બહાર આવવાનો અભિગમ. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા પણ એક સમયે ડ્રગ એડિક્ટ હતા. ઓબામાની જેમ સંજયે પણ પોતાની અંદર જ રહેલાં નકારાત્મક પરિબળો સામે ટક્કર લીધી અને જિંદગી સુધારી લીધી.  

બીજાં લગ્ન ફેબ્રુઆરી, 1998માં રિયા પિલ્લઈ સાથે થયાં હતાં. રિયાએ એર હોસ્ટેસમાંથી મૉડેલનું પ્રોફ્ેશન અપનાવ્યું હતું. આ બંનેએ 2008માં છુટાછેડા લીધા. રિયાના માતૃપક્ષે પ્રખ્યાત ધનરાજગીર પરિવાર સાથે સંબંધ હતો. આ સભ્યોમાં જ્યોતિકા ધનરાજગીરનો સમાવેશ થાય છે, જેનો સંબંધ એક સમયે ફ્રિોઝ ખાન સાથે હતો. જાન્યુઆરી 2008માં રિયા સાથે છુટાછેડા લીધા અને ફેબ્રુઆરી 2008માં ત્રીજાં લગ્ન માન્યતા સાથે કરી ઘરઘર રમવાનું શરૂ કરી પણ દીધું. માન્યતાએ અગાઉ બોલિવૂડમાં સંઘર્ષ કરતા લેખક મેરાજ ઉલ રહેમાન સાથે લગ્ન કર્યાં હતાં. માન્યતા અને મેરાજને એક પુત્ર છે, જેનું નામ મુસ્તફ છે. ખેર, અંગત જીવનના આંચકાની અસર ફ્લ્મિી કારકિર્દી (કામ) પર, અભિનય પર થવા દીધી નહીં અને વખતોવખત સારી ફ્લ્મિો આપતો રહ્યોછેલ્લા દસકની પુરસ્કાર વિજેતા ફ્લ્મિમુન્નાભાઈ એમ બી બી એસઅને તેની સિક્વલલગે રહો મુન્નાભાઈમાં તેણે કરેલા શાનદાર અભિનય માટે સંજયને યાદ રાખવામાં આવશે. ઓગસ્ટ 2020માં દત્તને સ્ટેજ 3 ફેફ્સાંના કેન્સરનું નિદાન થયું હતું (સ્મોકિંગ કિલ્સ). તેણે મુંબઈમાં તેની સારવાર લીધી હતી. આજે પણ સંજય દત્ત એક્ટિંગ ક્ષેત્રે પ્રવૃત્ત છે અને નાનામોટા દર્શકોમાં લોકપ્રિય છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો