સંજેલીથી કકરેલીના શખસનું અપહરણ કરી માર મરાયો - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • સંજેલીથી કકરેલીના શખસનું અપહરણ કરી માર મરાયો
 | 3:56 am IST

 

શખસને જાનથી મારી નાંખવાની ધમકી આપી રંધીકપુર છોડી ગયા

દાહોદ, તા. ૮

છોકરીના અપહરણના મામલે સંજેલી ગામે માંડલી ચોકડી પાસેથી સીંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામના બે શખસોએ સંજેલી તાલુકાના ક્કરેલી ગામના શખસને તેઓની મોટર સાયકલ ઉપર વચ્ચે બેસાડી લઇ અપહરણ કરી પ્રતાપપુરા ગામે ચીબોટા નદીના પુલ પર જઇ અન્ય બે શખસોએ મળી ચારે જણાએ લાકડી તથા ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી રંધીકપુર સરકારી દવાખાનાના દરવાજા આગળ છોડી નાસી ગયાનું જાણવા મળ્યું છે.

સંજેલી તાલુકાના ક્કરેલી ગામના ૩૨ વર્ષીય શંકરભાઇ રમેશભાઇ આમલીયાર પરમ દિવસ તા. ૬-૩-૧૮ના રોજ બપોરના પોણા ચાર વાગ્યાના સુમારે સંજેલી ગામે માંડલી ચોકડી પર ઉભા હતા તે વખતે મોટર સાયકલ પર આવેલા સીંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામના નરેશભાઇ તેરસીંગભાઇ ખાંટ તથા વીરસીંગભાઇ માનજીભાઇ ખાંટે ગાળો બોલી છોકરીના અપહરણના મામલે શંકરભાઇ અમલીયારને મોટર સાયકલ પર વચ્ચે બેસાડી અપહરણ કરી લઇ પ્રતાપપુરા ગામે ચીબોટા નદીના પુલ ઉપર લઇ ગયા હતા. ત્યાં પરમારના ડુંગરપુર ગામના રૃપાભાઇ માનસીંગભાઇ મછાર તથા રાઠોડના ડુંગરપુર ગામના ભરતભાઇ વેચાતભાઇ પરમાર પણ ત્યાં આવી ગયા હતા અને નરેશભાઇ તેરસીંગભાઇ ખાંટે તેના હાથમાની લાકડીથી શંકરભાઇને બરડાના ભાગે ફટકા મારી તેમજ વીરસીંગભાઇ ખાંટ, રૃપાભાઇ માનસીંગભાઇ મછાર તથા ભરતભાઇ પરમારે શંકરભાઇને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી અને રંધીકપુર સરકારી દવાકાનાના દરવાજા આગળ છોડી ગયા હતા.

;