સંજેલીમાં બાળકો દ્વારા ગંદકીના પ્રશ્ને રેલી કાઢી ઃ ડસ્ટબીનની માગ - Sandesh
  • Home
  • Baroda
  • સંજેલીમાં બાળકો દ્વારા ગંદકીના પ્રશ્ને રેલી કાઢી ઃ ડસ્ટબીનની માગ

સંજેલીમાં બાળકો દ્વારા ગંદકીના પ્રશ્ને રેલી કાઢી ઃ ડસ્ટબીનની માગ

 | 2:03 am IST

હાઇસ્કૂલ દ્વારા ગંદકી હટાવો સંજેલી બચાવો રેલીનું આયોજન

કચરો ડસ્ટબીનમાં નાખવા માટે ગામલોકોને સંદેશ આપ્યો

ા સંજેલી ા

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ખાતે આવેલ ડો. શિલ્પન આર. જોષી હાઇસ્કૂલ દ્વારા ગંદકી હટાવો સંજેલી બચાવો રેલીનું આયોજન રાખવામાં આવ્યુ હતું. તેમાં સ્કૂલના સર્વે બાળકો ઉત્સાહપૂર્વક જોડાયને સંજેલી નગરમાં સંદેશો પહોંચાડાયો હતો. તેમાં બાળકો દ્વારા સંજેલી બચાવો, ગંદકી હટાવોના નારા પોકારવામાં આવ્યા હતા. તેમાં શિલ્પન હાઇસ્કૂલના બાળકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. કચરો નાંખવા માટે ડસ્ટબીનમાં નાંખવાનો રાખો તેવા અનેક ગંદકીથી સંજેલી બચાવી શકાય તેવા સુત્રો પોકારવામાં આવ્યા હતા. તેમાં બાળકો શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહી રેલી મારફતે સંજેલીમાં સંદેશો પહોંચાડયો હતો.

સંજેલીમાં ગંદકીએ માઝા મુકી છે ત્યારે સંજેલીની પ્રજા ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યારે ઠેર ઠેર ગંદગી જોવા મળી રહી છે. ત્યારે સંજેલી ખાતે આવેલ ડો. શિલ્પન આર.જોશી હાઇસ્કૂલમાં બાળકો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સરસ મજાનો સંદેશો પહોંચાડયો હતો. તેમાં સંજેલીમાં ગંદકી હટાવો, સંજેલી બચાવોના નાદથી સંજેલી નગર ગુંજી ઉઠયુ હતું. વિદ્યાર્થીઓના સંદેશથી વહીવટીતંત્ર દ્વારા સંજેલી નગરમાં ડસ્ટબીન મુકવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.

;