સંજેલી તાલુકા પંચાયતમાં અધિકારીઓ સામે તવાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સંજેલી તાલુકા પંચાયતમાં અધિકારીઓ સામે તવાઈ

સંજેલી તાલુકા પંચાયતમાં અધિકારીઓ સામે તવાઈ

 | 2:30 am IST

સંજેલી ઃ સંજેલી તાલુકા પંચાયતમાં ગઈ કાલે ઓફ્સિમાં બધા વિભાગોની તપાસ કરતા ખુરશીઓ ખાલી હતી. ગામડેથી કામ માટે આવતા લોકોને ઓફ્સિના ચક્કર ખાવા પડે છે. અને આવા અધિકારીઓના કારણે પૈસા અને સમય બરબાદ કરવાનો વારો આવ્યો છે. સંજેલી તાલુકો છેવાડાનો તાલુકો હોવાના કારણે આવા અધિકારીઓની કોઈ પણ જાતની તપાસ કરવામાં આવતી નથી. નોકરીએ આવવાનો સમય પણ નક્કી નથી. આવા ગુલ્લેબાજ અધિકારીને કડકમાં કડક સજા કરવામાં આવે અને રેગ્યુલર નોકરીએ આવતા થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીએ અધિકારીઓનો બચાવ કરતા કહ્યું હતું કે અમે મીટીંગમાં ગયા હતા અને બીજો બધો સ્ટાફ્ ફ્લ્ડિમાં ગયો હતો. હમણાં ૧૭ તારીખના પ્રોગ્રામની તૈયારી ચાલી છે એટલે સ્ટાફ્ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;