સંજેલી તાલુકા સદનમાં દારૃની બોટલો મળી આવતાં ચકચાર - Sandesh
  • Home
  • Baroda
  • સંજેલી તાલુકા સદનમાં દારૃની બોટલો મળી આવતાં ચકચાર

સંજેલી તાલુકા સદનમાં દારૃની બોટલો મળી આવતાં ચકચાર

 | 3:25 am IST

 

દારૃની ખાલી બોટલો કચરાના ઢગલા ખુલ્લે આમ જોવા મળી

કરોડોના ખર્ચે બનાવેલી બિલ્ડિંગમાં સ્વચ્છતા માટે તંત્રની બેદરકારી

। સંજેલી ।

સંજેલી તાલુકા સેવાસદનના કમ્પાઉન્ડમાં મધ્યાહન શાખાની બારી નજીક ખુલ્લેઆમ વિદેશી દારૃની બોટલો તેમજ ટીનોની ખાલી બોટલો ખુલ્લે આમ કચરાના ઢગલામાં પડેલી જોવા મળી રહી છે. તેમજ મામલતદાર ચેમ્બરની પાછળ ચોમાસાના વરસાદી પાણીના ખાબોચીયા અને ખદબદતી ગંદકી જોવા મળતા લોકોમાં ખભળભાટ મચી જવા પામી છે.

ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પર ભાર મુકવામાં આવ્યો છે. તેમજ ગાંધીના ગુજરાતમાં દારૃના કડક અમલ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે સંજેલી ખાતે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી તાલુકા સેવાદસનમાં તંત્રની બેદરકારીને કારણે ગંદકીના ઢગલા ચોમાસાના વરસાદી પાણીના ખાબોચીયા જોવા મળી રહ્યા છે. તેમજ મધ્યાહન શાખાની બારી નજીક વિદેશી દારૃની બોટલો અને ટીનની ખાલી બોટલો જોવા મળી રહી છે. ત્યારે કચેરીના કમ્પાઉન્ડમાં આવી મોંઘા ભાવની દારૃની મહેફીલ કોણે માણી ખુલ્લામાં બોટલો ફેંકી દેવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે.

વરસાદી પાણીના ખાબોચિયા જોવા મળ્યાં

સંજેલી નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ ખદબદી રહ્યા છે. જેને લીધે રોગચાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે સંજેલી ખાત આવેલ તાલુકા સેવાસદનમાં ઠેર ઠેર ગંદકી મામલતદાર કવાટર્સની સામે ગંદકીને કારણે મચ્છરોનો ઉછેર કર્યો હોય તેમ વરસાદી પાણીના ખાબોચીયા જોવા મળી રહ્યા છે.

;