સંજેલી નગરમાં ઠેરઠેર ગંદકીના સામ્રાજ્યથી રોગચાળાની દહેશત - Sandesh
  • Home
  • Baroda
  • સંજેલી નગરમાં ઠેરઠેર ગંદકીના સામ્રાજ્યથી રોગચાળાની દહેશત

સંજેલી નગરમાં ઠેરઠેર ગંદકીના સામ્રાજ્યથી રોગચાળાની દહેશત

 | 3:53 am IST

મુખ્ય માર્ગો અને મહોલ્લામાં ગટરના પાણી ફરી વધ્યા

ગામમાં ઊભરાતી ગટરોની સફાઇ કરી ગંદા પાણીના નિકાલની માગ

ા સંજેલી ા

સંજેલીમાં તાલુકા પ્રા.શાળાના મુખ્યમાર્ગો સહિત કેટલાય વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રોડ પર વહેતા થતા રોષ જોવા મળી રહ્યો છે. ગંદકીના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઇ રહી છે.  સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૃપીયાની ગ્રાંટો વાપરવામાં આવે છે છતાં પણ સંજેલી નગરમાં ગટરના ગટરના પાણી રોડ પર વહેતા જોવા મળે છેૈ. ગટરની યોગ્ય સફાઇ કે પાણીનો નિકાલ ન થતાં શિયાળામાં પણ ચોમાસાની ઋતુ જેવો માહોલ જોવા મળે છે. નવી વસાહત ઝાલોદ રોડ, મીલવાળી ચાલી, કણબી ફળિયા, ચામડીયા ફળિયા, દુરદર્શન કેન્દ્ર પાસે ગટરન ગંદા પાણી રોડ પર ફરી વળતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

જિલ્લા પ્રા. શાળાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે

કણબી ફળિયા અને મુખ્ય પ્રા.શાળાના માર્ગ પર ગટરના પાણી ફરી વળતાં ચાલવુ મુશ્કેલ પડે છે. ગંદકીના કારણે શ્વાસ લેવા માટે પણ તકલીફ પડે છે.                              ઉમરાંવ મામુ, રહીશ સંજેલી

સરપંચ વિકાસ કામોમાં રસ લેતા નથી

સંજેલીને ડેવલોપમેન્ટ કરવા માટે અને કોઇ અડચણ કરતાં નથી પરંતુ સરપંચ દ્વારા વિકાસના કામો માટે રસ લેવાતો નથી. ગટરના ગંદા પાણી વિશે હું સરપંચને વાત કરુ છું.    એસ. જે. ભરવાડ, ટીડીઓ સંજેલી

;