સંતરામપુરમાં પરવાનગી વગર ફરતા ૩૫ વાહનો ડિટેઇન કરાયાં - Sandesh
  • Home
  • Newspaper
  • સંતરામપુરમાં પરવાનગી વગર ફરતા ૩૫ વાહનો ડિટેઇન કરાયાં
 | 3:03 am IST

 

। સંતરામપુર ।

મહીસાગર જિલ્લાના તમામ તાલુકા મથકો તેમજ નગરપાલિકા વિસ્તારમાં ટુ વ્હીલ સહિત તમામ વાહનો ઉપર હરવા ફરવા ઉપયોગ ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી તેનો અમલ તા. ૧૪-૪-૨૦ સુધી રહેશે જે જાહેરનામાનો સંતરામપુરના વાહન ચાલકોએ ભંગ કરતા ૩૫ વાહનો ડીટેઇન કરી પોલીસે સખતાઇથી અમલ કરાયો હતો. સંતરામપુર પોલીસ કોરોના સંકટના કારણે સતત ફરજ બજાવે છે.

કોરોના મહામારી સંકટના કારણે લોકડાઉન સમય દરમિયાન પોલીસ અને વહીવટના ધ્યાને કરીયાણું, શાકભાજી, દૂધ, દવાઓ આવશ્યક વસ્તુઓ ખરીદવામાં છુટ આપવામાં આવેલ હોઇ તેના બહાના હેઠળ વારંવાર ટુ વ્હીલ- ફોર વ્હીલ જેવા ખાનગી વાહનો બીનજરૃરી અવર જવર કરતા તેઓને નિયંત્રક કરવા માટેના આજે પગલા ભરતા સંતરામપુર પોલીસે આવા ૩૫ વાહનચાલકોને ઝડપી પાડી શિક્ષાત્મક પગલા ભરી સખતાઇથી સંતરામપુર પોલીસે કામગીરી કરી હતી. તમામને ૨૦૭ મુજબ આરટીઓ મેમા આપ્યા હતા. આમ સંતરામપુર પોલીસ દ્વારા લોકડાઉનનો જ્યારથી અમલ ચાલુ થયો છે ત્યારથી તેનું સખત રીતે પાલન કરવામાટે પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન