'સંદેશ'ના એજન્ટ ભાઈઓ માટેની 'ખુશીઓનું ઈન્દ્રધનુષ સ્કીમ' લોન્ચ - Sandesh
  • Home
  • Baroda
  • ‘સંદેશ’ના એજન્ટ ભાઈઓ માટેની ‘ખુશીઓનું ઈન્દ્રધનુષ સ્કીમ’ લોન્ચ

‘સંદેશ’ના એજન્ટ ભાઈઓ માટેની ‘ખુશીઓનું ઈન્દ્રધનુષ સ્કીમ’ લોન્ચ

 | 3:53 am IST

એજન્ટ ભાઈઓના ઈન્સ્યોરન્સ માટેની ત્રીવિધ સ્કીમને પંચમહાલ-મહીસાગરના એજન્ટો દ્વારા બહોળો પ્રતિસાદ

ા વડોદરા ા

પંચમહાલ-મહીસાગર જિલ્લાના એજન્ટ મીત્રોની એક મિટિંગ આજરોજ ગોધરા ખાતે યોજાઇ હતી. સંદેશ દ્વારા માત્ર એજન્ટ ભાઇઓ માટે આવી રહેલી નવી સ્કીમ ખુશીઓનું ઇન્દ્રધનુષની વિગતવાર માહિતી આપવા માટે યોજાયેલી મિટિંગમાં બંને જિલ્લાના એજન્ટભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

શરૃઆતમાં ગોધરાના એજન્ટ લવકુમાર પાંડેએ સંદેશના નિવાસી તંત્રી મયુરભાઇ પાઠક અને બ્રાન્ચ મેનેજર શ્યામ ચૌહાણનું શાબ્દિક તથા પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

ખુશીઓનું ઇન્દ્રધનુષ સ્કીમ અંગે માહિતી આપતા બ્રાન્ચ મેનેજર શ્યામ ચૌહાણે જણાવ્યું હતું કે, સંદેશ અખબાર સાથે અત્યારથી લઇને છેલ્લા ૫૦ વર્ષથી જોડાયેલા એજન્ટો માટે વિવિધ કેટેગરીમાં ઇન્સ્યોરન્સના લાભ આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના વ્યક્તિગત લાભ,પારિવારીક લાભ અને ધંધાકિય લાભ એમ ત્રણ પ્રકારનો એજન્ટભાઇઓને લાભ મળશે. આ યોજનામાં એક કોપીથી લઇને ૫૦૦૦ કે તેથી વધુ મળી કુલ સાત વિભાગ છે.

વ્યક્તિગત લાભો અંગે તેમણે જણાવ્યું હતું કે એજન્ટોના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ, તેમના બાળકોના જન્મદિન, પરિવારમાંથી કોઇના લગ્ન કે પરિવારમાં બાળકના આગમન પ્રસંગે વ્યક્તિગત રીતે સંદેશ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવાશે. પારિવારીક લાભોના એજન્ટના બાળકો માટે વિવિધ કેટેગરીમાં સ્કોલરશીપ આપવાની યોજના છે. ઉપરાંત એજન્ટો માટે વિમાની પણ યોજના છે. જેમાં ઇન્દ્રધનુષના સાત રંગોની જેમ નક્કી કરેલા સાત વિભાગોમાં અકસ્માતમાં મૃત્યુથી લઇ બેડ રેસ્ટના કારણે આવકમાં થતી નુકસાની માટે માસીક નિિૃત રકમ આપવામાં આવશે.

આ પ્રસંગે સંદેશના નિવાસી તંત્રી મયુરભાઇ પાઠકે જણાવ્યું હતું કે આપણા સીએમડી સર ફાલ્ગુનભાઇ પટેલે કહ્યું હતું કે મારા ખરા પાર્ટનર તો મારા એજન્ટ ભાઇઓ છે. જે અંગે એમડી પાર્થીવભાઇ પટેલ સાથે ચર્ચાના અંતે ખુશીઓનું ઇન્દ્રધનુષ યોજના અમલમાં મૂકાઇ છે. જેમ ઇન્દ્રધનુષમાં સાત રંગ છે પણ કાળો રંગ નથી, તેમ એજન્ટભાઇના જીવનમાં કદી કાળો રંગ આવે નહીં તે માટે આ યોજના મૂકાઇ છે. એજન્ટ ભાઇઓએ તેમના માટે અને તેમના પરિવાર માટે આ સ્કિમનો લાભ લેવો જોઇએ. સંદેશને મજબૂત બનાવવા તથા સમયસર તમને સવારે મળી જાય તે માટે અમે તમારી સાથે  જ છીએ. મેનેજમેન્ટની લાગણીઓ પણ તમારી સાથે જ છે. બહોળી સંખ્યામાં આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ખબરપત્રી ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

;