સંબંધોમાં અવગણનાનો કાંટો ક્યાંથી આવે?  - Sandesh
1.6M
1M
1.7M
APPS

સંબંધોમાં અવગણનાનો કાંટો ક્યાંથી આવે? 

 | 3:00 am IST
  • Share

પતિ-પત્ની એકબીજાને અવગણે છે ત્યારે પહેલાં સંવાદ ઓછો થાય છે. પરિણામે ગેરસમજ વધે છે, પછી ફિઝિકલ રિલેશનની અવગણના થાય છે

Ignorance યાને અવગણના…આ એક બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. શરૂઆતમાં એકબીજાને પૂછયા વિના પાણી ન પીતાં પતિ-પત્ની ઘણી બધી બાબતે અવગણના કરતાં થઈ જાય છે. અવગણના સંબંધોમાં તનાવ, એકલતા, લઘુતાગ્રંથિ અને અસલામતી જન્માવે છે. જ્યારે આ ભૂલ જીવનસાથીને સમજાય છે ત્યારે બીજી વ્યક્તિ એના હૃદયથી દૂર જતી રહે છે. સમસ્યા છે તો ઝઘડો, ગુસ્સો છે તો વ્યક્ત કરો, દુઃખ થાય તો રડી લો, પણ ઈગ્નોર નહીં કરો. વાત માંદગીની હોય કે સેક્સની હોય કે લાગણીની, બાળકોની હોય કે અન્ય સ્વજનોની, એને ન સાંભળવાથી, નકારવાથી કે સપોર્ટ ન કરવાથી સામી વ્યક્તિ ભયંકર હર્ટ થાય છે, કારણ કે એટેન્શન એ લાગણીને, સંબંધોને જીવંત રાખનારું મહત્ત્વનું પરિબળ છે. જ્યારે તમે જીવનસાથીને અવગણવા માંડો છો ત્યારે જીવનમાં આનંદને બદલે એક ગાઢ ઉદાસીનાં વાદળો ચકરાવા માંડે છે. ઘણી વખત વ્યક્તિ ખુદની સમસ્યામાં એટલી રમમાણ થઈ જાય કે પ્રેમ – લાગણી હોવા છતાં સંબંધો મૃતઃપાય બને છે.

અને આમેય સંબંધો કુદરતી રીતે નથી મરતા. ઈગો અને અવગણના જ એને મારે છે અને અવગણના એક પ્રકારની નથી હોતી સનાયા અનેક પ્રકારની હોય છે. શરૂઆત કદાચ શેરિંગથી થાય છે જ્યારે પતિ-પત્ની એકબીજાને અવગણે છે ત્યારે પહેલાં સંવાદ ઓછો થાય છે. પરિણામે ગેરસમજ વધે છે, પછી ફ્િઝિકલ રિલેશનની અવગણના થાય છે. નાની-નાની વાતમાં એકબીજાની કેર લેવાતી હોય તે અટકે છે. નિર્ણયોમાં ભાગીદારી ખતમ થાય છે, બેમાંથી એક વ્યક્તિ તકલીફ્માં હોય તો તે નજરઅંદાજ કરાય છે. પરિણામે એક છત નીચે બે અજાણ્યા લોકો જેવું વર્તન થવા માંડે છે. જે વ્યક્તિ અવગણના કરે છે તે તો એની મસ્તીમાં હોઈ શકે અથવા તો એના લોજિકથી એ એના મનને મનાવી લે છે, પણ જે અવગણાય છે તે તો સમજી જ નથી શકતી કે શું બની રહ્યું છે. સંબંધોમાં એવું તે શું બને છે કે જીવનસાથીની સદંતર ઉપેક્ષા થવા માંડે છે? અને આ ઉપેક્ષા, અવગણનાને કઈ રીતે દૂર કરી શકાય?

અવગણના કે ઉપેક્ષાનાં કારણો અનેક છે. પહેલું તો બંને વચ્ચે કશુંક અણગમતું બને. પોતાની ગમતી બાબતોની જીવનસાથી ઉપેક્ષા કરે ત્યારે સામી વ્યક્તિ એની સદંતર અવગણના કરવા માંડે એવું બને. એક મુદ્દો, એક સમસ્યા આખા સંબંધોને ધમરોળી નાંખે. ઉદાહરણ તરીકે પતિને પાર્ટીઝ કે બહાર જવાનો શોખ હોય, વારંવાર સરપ્રાઈઝ આપવી ગમતી હોય એવા સંજોગોમાં પત્ની હંમેશાં ના પાડે કે નખરાં કરે તો પતિ પત્નીને બહાર લઈ જવાનું ટાળશે. આ એક બાબતની અવગણના બીજા વ્યવહારોમાં પરિણમે છે. એ પત્નીને અન્ય કોઈ બાબતે ના પાડશે. આ સિલસિલો ઉપેક્ષામાં પરિર્વિતત થશે.

અવગણનાનું એક કારણ એક્સ્ટ્રા મેરિટલ અફ્ેર પણ હોઈ શકે. અવગણના દ્વારા સંબંધો એવા મોડ પર આવે છે કે એને ફ્રી જીવંત કરવા મુશ્કેલ બને છે અવગણના ટાળવા માટે એના માટે સમજણ અને ખુદને બદલવાની ક્ષમતા પણ જોઈએ. માનો કે પત્ની સરસ તૈયાર નથી થતી કે એનામાં આધુનિકતા નથી એ કારણે પતિ એને બહાર ન લઈ જાય. પત્ની આ કારણ જાણે ત્યારે એને મોડર્ન બનવાનો પ્રયત્ન કરવો પડે. હું જેવી છું તેવી મને સ્વીકારવી પડે એવી હઠ દરેક બાબતમાં  ચાલતી નથી, કારણ કે પતિ-પત્નીનું વર્તન પરસ્પરનાં અહંને, આત્મસંતોષ અને આત્મવિશ્વાસને અસર કરે છે એ વાત બિલકુલ ભૂલી ન શકાય. એ જ રીતે ફિઝિકલ રિલેશનમાં અમુક બાબતો સાથીને ગમતી ન હોય તો એ બદલવી પડે. અગર હસબન્ડની સ્મોકિંગની ટેવને કારણે પત્ની રિલેશનમાં કર્મ્ફ્ટ ફ્ીલ ન કરે તો પતિએ સ્મોકિંગ છોડવું જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો