સંભવિત રોગ વિશે જાણીને ઉપાયો કરવાથી લાભ થશે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • સંભવિત રોગ વિશે જાણીને ઉપાયો કરવાથી લાભ થશે

સંભવિત રોગ વિશે જાણીને ઉપાયો કરવાથી લાભ થશે

 | 2:00 am IST
  • Share

આપણા પ્રાચીન ભારતીય ચિકિત્સકોએ માનવ શરીરને કુલ ત્રણ ભાગમાં વહેંચ્યું છે. આ ત્રણ ભાગ એટલે સ્થૂળ શરીર(ર્પાિથવ દેહ), સૂક્ષ્મ શરીર(પ્રાણ, મન અને બુદ્ધિરૃપી શરીર) અને કારણ શરીર (આત્મારૃપી દેહ). મર્હિષ પતંજલિએ આ ત્રણ દેહને પંચકોષમાં વિભાજિત કર્યા છે. આ પંચકોષ એટલે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાાનમય કોષ અને આનંદમય કોષ. આપણાં વેદો, શાસ્ત્રો, ઋષિમુનિઓ અને આર્ષદ્રષ્ટાઓ એવું દૃઢપણે સ્વીકારે છે કે આપણા શરીરના પંચ કોષ, પંચમહાભૂત તત્ત્વ પર માત્ર અને માત્ર ગ્રહોની જ સારી કે નરસી અસરો છે. નિરોગી શરીર એ શ્રેષ્ઠ જીવનની પ્રાથમિક શરત છે. શરીરને નિરોગી રાખવા ગ્રહોને સમજવા પડે અને ગ્રહોને સમજવા માટે આપણા શ્રેષ્ઠ વરદાન, પ્રદાન અને વેદની આંખસમા જ્યોતિષશાસ્ત્રને જાણવું પડે.

ધર્માર્થકામમોક્ષાનામારોગ્યમ મૂલ્મુત્તતમ ા

રોગાસ્તસ્યાપહર્તારઃ શ્રેયાસો જીવિતસ્ય ચ ાા

અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવી જો નિરોગી હોય તો પ્રાપ્ત કરી શકે છે. રોગ આવી સુખમય બાબતોનો હર્તા છે. આથી જ વિદ્વાનોએ કહ્યું છે પહેલું સુખ તે જાતે નર્યારોગ એટલે કુદરતી નિયમોનું ઉલ્લંઘન. જો નિયમ ન હોય તો યમ નજીક આવે… જ્યોતિષની દૃષ્ટિએ વિચારીએ તો આપણું માનવશરીર પંચમહાભૂત તત્ત્વોનું સર્જન છે. આ પંચમહાભૂત તત્ત્વ એટલે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ. આ પંચ તત્ત્વોનું સંતુલન ખોરવાય એટલે રોગરૃપી રાક્ષસ તમારાં તન, મન અને ધન પર પોતાનું સર્વનાશી સામ્રાજ્ય જમાવે. મર્હિષ ચરકે ચરક સંહિતામાં તત્ત્વો અનુસાર સંભવિત રોગ અને તેના નિદાન વર્ણવ્યાં છે, પણ આપણા અમૂલ્ય જ્યોતિષશાસ્ત્રમાં રાશિ, ગ્રહ અને રોગવિષયક અતુલ્ય, અદ્ભુત વાતો છે.

જ્યોતિષશાસ્ત્રમાં કાળપુરુષની કલ્પના કરવામાં આવી છે. આ કાળપુરુષનાં જુદાં જુદાં અંગો ઉપર રાશિચક્રની બાર રાશિઓ (મેષથી મીન સુધી)મૂળ સાત ગ્રહોની શુભાશુભ અસરો રહેલી છે. કાળપુરુષના દરેક અંગો પર દરેક રાશિનું આધિપત્ય હોય છે. મેષથી મીન સુધીની રાશિઓ માનવીના મસ્તકથી લઇ નખ સુધીના શરીરમાં આવેલા દૃશ્ય-અદૃશ્ય સ્નાયુ, માંસપેશીઓ, વીર્ય, રક્ત, મજ્જા અને અસ્થિ પર પોતાનો સારો-નરસો પ્રભાવ બતાવે છે. સમજ માટે અહીં કોઠો આપ્યો છે. આપની સરળ કોઠાસૂઝ દ્વારા કોઠામાં દર્શાવેલી માહિતીનો અભ્યાસ કરી આપ જાતે જ નક્કી કરો કે આપને ક્યા ગ્રહની તકલીફ્ છે અને આપને કયો રોગ ઔથઇ શકે?  

અહીં દોરેલો કોઠો અતિ સરળ છે. ધારો કે તમે મેષ રાશિની વ્યક્તિ છો. કોઠામાં જણાવ્યા મુજબ મેષ રાશિનો માલિક ગ્રહ મંગળ ગણાય. કોઠામાં ધ્યાનથી જુઓ મેષ રાશિની વ્યક્તિને થનારા સંભવિત રોગોમાં મસ્તક અને મગજના રોગ દર્શાવ્યા છે. હવે તમારી જન્મકુંડળી ખોલો અને નિરીક્ષણ કરો તમારી મેષ રાશિ(૧ના અંક)માં અર્થાત્ ચંદ્ર સાથે કોઈ ક્રૂર ગ્રહ રાહુ, મંગળ, કેતુ કે શનિ બેઠો છે? હવે બીજું નિરીક્ષણ એવું કરો કે તમારી મેષ રાશિના માલિક ગ્રહ મંગળ પર કોઈ ક્રૂર ગ્રહની દૃષ્ટિ છે? હવે ત્રીજું નિરીક્ષણ એવું કરો કે તમારી કુંડળીના પ્રથમ સ્થાનમાં કોઈ ક્રૂર ગ્રહો જેવા કે મંગળ, શનિ, રાહુ કે કેતુ બેઠા છે?

જો ઉપરની તમામે તમામ બાબતોનો જવાબ હામાં હોય તો જ્યોતિષશાસ્ત્રના નિયમ મુજબ તમારી કુંડળીનું પ્રથમ સ્થાન, મેષ રાશિ અને તેનો માલિક ગ્રહ મંગળ તમામે તમામ પરિબળો દૂષિત થતાં હોઈ કોઠા મુજબ તમને મસ્તકના રોગો જેવા કે માથામાં ઇન્જરી થવી, મગજના જ્ઞાાનતંતુઓનો રોગ, માનસિક અસમતુલા, અસ્થિરતા, ગાંડપણ, વાઈ, હિસ્ટેરિયા, માથાનો દુખાવો, વહેલી ઉંમરે ટાલ પડવી, બ્રેન હેમરેજની શક્યતાઓ ઊભી થાય છે.  

આ તમામ રોગમાંથી મુક્તિ મેળવવા માટે દરેક રાશિના જાતકોએ તેમની રાશિના અધિપતિઓના પૂજાપાઠ કરવા જોઈએ. જેમ કે મેષ-વૃિૃક રાશિના જાતકોએ મંગળના શાસ્ત્રોક્ત-વેદોક્ત કે બીજમંત્ર કરવા જોઈએ અગર દર મંગળવારે લાલ કપડાં પહેરવાં કે કપાળ પર કંકુનો ચાંલ્લો કરવો, જમવામાં કંસાર ખાવો જોઈએ. વૃષભ-તુલા રાશિના જાતકોએ શુક્રને પ્રાધાન્ય આપવું અને શુક્રવારે ગુલાબી રંગને મહત્ત્વ આપવું સાથે સાથે આહારમાં મકાઈની વાનગી લેવી. મિથુન અને કન્યાના જાતકોએ લીલા રંગના કપડા કે કાંડા પર લીલો દોરો ધારણ કરવો જોઈએ સાથે સાથે આહારમાં મગનું સેવન કરવું. કર્ક રાશિના જાતકોએ આહારમાં ચોખા પ્રમાણસર લેવા અને કાંડા પર શ્વેત રંગનો દોરો કે કપડાં પહેરવા. સિંહ રાશિના જાતકોએ કેસરી રંગના દોરાને ધારણ કરવો, રાત્રે કેસરવાળું દૂધ પીવું અને સૂર્યના મંત્ર કરવા. ધન-મીન રાશિના જાતકોએ ગુરુના મંત્રજાપ અને પૂજા કરવાં અને પીળા રંગનો દોરો પહેરવો સાથે સાથે ચણાની દાળ કે હળદરનું દૂધ પીવું. મકર અને કુંભ રાશિના જાતકોએ કાંડા પર વાદળી રંગનો દોરો પહેરવો સાથે સાથે હનુમાનજીની પૂજા અને અડદની દાળનું સેવન કરવું. શનિના મંત્રજાપ ખાસ કરવા.

અસાધ્ય રોગમાં નિષ્ણાત ડોક્ટર, વૈદ્ય કે હોમિયોપેથિકનો સંપર્ક કરવો એ જીવનનો વ્યવહારુ અને બુદ્ધિગમ્ય અભિગમ છે. 

કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યા

અને જો ઉપરોક્ત કહેવત પર ધ્યાન નહીં આપો તો નવી કહેવત બીજું દુઃખ તે જાતે મર્યાતમે જાતે જ યથાર્થ કરશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો