સંયુક્ત કુટુંબ હોય કે વિભક્ત, સંબંધોમાં મીઠાસ જાળવી રાખવા અજમાવો આ ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • સંયુક્ત કુટુંબ હોય કે વિભક્ત, સંબંધોમાં મીઠાસ જાળવી રાખવા અજમાવો આ ઉપાય

સંયુક્ત કુટુંબ હોય કે વિભક્ત, સંબંધોમાં મીઠાસ જાળવી રાખવા અજમાવો આ ઉપાય

 | 2:17 pm IST

આપણા દેશમાં આજે પણ સંયુક્ત કુટુંબની પ્રથા જોવા મળે છે. સંયુક્ત કુટુંબમાં રહેતા લોકોની ઈચ્છા હોય છે કે ઘરમાં દરેક વ્યક્તિ શાંતિથી રહે. ઘરમાં ક્લેશ ન થાય તે માટે જરૂરી છે કે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે. આ કામમાં તમને કેટલાક ઉપાય મદદરૂપ સાબિત થશે. તો ચાલો જાણીએ અત્યંત સરળ એવા આ ઉપાય વિશે કે જે ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવામાં મદદ કરશે.

ઘરના વાતાવરણને શાંતિમય બનાવી રાખવા માટે એક કપ દૂધ લેવું અને તેને મીઠું બનાવી અને વડલાના મૂળમાં પધરાવવું. ત્યારપછી એ જગ્યાની ભીની માટી લઈ માથા પર અથવા તો નાભિ પર લગાવવી. આ ઉપાય સોમવારથી શુક્રવાર 43 દિવસ સુધી કરવો. ઘરમાં જો કોઈ વાતનો ઝઘડો ચાલતો હશે તો તેનો પણ અંત આ ઉપાય કરવાથી આવશે. તદ ઉપરાંત મંગળવારે સૂર્યાસ્ત પછી ગરીબોને શીરો ખવડાવવો. શ્રીયંત્રની વીંટી ધારણ કરવાથી પણ લાભ મળે છે. આ વીંટી ચાંદીમાં બનાવડાવવી અને તેને પુરુષોએ જમણા હાથની અને સ્ત્રીઓએ ડાબા હાથની પહેલી આંગળીમાં ધારણ કરવી અને રોજ સવારે તેના દર્શન કરવાથી લાભ મળશે.