સંસ્થાકીય રોકાણકારોએ ચાલુ વર્ષે IPOsમાં વિક્રમી રોકાણ કર્યું   - Sandesh
  • Home
  • Business
  • સંસ્થાકીય રોકાણકારોએ ચાલુ વર્ષે IPOsમાં વિક્રમી રોકાણ કર્યું  

સંસ્થાકીય રોકાણકારોએ ચાલુ વર્ષે IPOsમાં વિક્રમી રોકાણ કર્યું  

 | 4:24 am IST
  • Share

એફ્આઈઆઈએ કેલેન્ડર 2020ની સરખામણીમાં 2021માં છ ગણા રોકાણ સાથે કુલ રૂ. 24,477 કરોડ રોક્યા : મ્યુચ્યુઅલ ફ્ંડ્સે ચાલુ વર્ષે રૂ. 12,264 કરોડનું રોકાણ કર્યું 

વિદેશી સંસ્થાકીય રોકાણકારો(એફ્પીઆઈ) અને મ્યુચ્યુઅલ ફ્ંડ્સ(એમએફ્સ)એ કેલેન્ડર 2021માં અત્યાર સુધીમાં કોઈપણ કેલેન્ડરની સરખામણીમાં આરંભિક પબ્લિક ઓર્ફ્સ(આઈપીઓ)માં સૌથી વધુ રોકાણ કર્યું છે. બંનેએ મળીને ચાલુ વર્ષે કુલ રૂ. 36,750 કરોડની રકમ પ્રાઇમરી માર્કેટમાં ઠાલવી છે.  

જો વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો તેમણે કેલેન્ડર પૂરો થવાને એક મહિનો બાકી છે ત્યારે આઈપીઓમાં કુલ રૂ. 24,447 કરોડનું રોકાણ કર્યું છે. જે 2020માં તેમણે કરેલા રોકાણની સરખામણીમાં છ ગણુ છે. જ્યારે કેલેન્ડર 2019માં તેમના રોકાણની સામે નવ ગણુ રોકાણ સૂચવે છે. સ્થાનિક સંસ્થાઓએ પણ ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં રૂ. 12,264 કરોડનું રોકાણ કર્યું છે. જે ગયા વર્ષે તેમના રોકાણની સામે ચાર ગણુ વધારે છે. જ્યારે 2019માં કરેલા રોકાણની સરખામણીમાં 10 ગણી વૃદ્ધિ દર્શાવે છે. જો એફ્આઈઆઈ અને એમએફ્ના 2020ના કુલ રોકાણની સાથે સરખામણી કરીએ તો તેમણે ચાલુ વર્ષે પાંચ ગણુ વધારે રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફ્ંડનું રોકાણ વિદેશી રોકાણકારોના રોકાણની સરખામણીમાં લગભગ અડધુ જોવા મળે છે.  

સંસ્થાઓ તરફ્થી ઊંચું રોકાણ મેળવવામાં પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશન્સ, ઝોમેટો અને એફ્એસએન ઈકોમર્સ વેન્ચર્સ(નાયકા) મુખ્ય છે. એફ્પીઆઈએ ભારતીય બજારમાં સૌથી મોટા આઈપીઓ પેટીએમમાં રૂ. 7,185 કરોડનું રોકણ કર્યું હતું. જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફ્ંડે કરેલા રોકાણની સરખામણીમાં સાત ગણુ રોકાણ હતું. ઝોમેટોમાં એફ્પીઆઈએ રૂ. 2,759 કરોડનું જ્યારે ઓનલાઇન બ્યુટી રિટેલર નાયકામાં રૂ. 1,570 કરોડનું રોકાણ કર્યું હતું. આઈપીઓમાં ટોચના પાંચ એફ્પીઆઈ એન્કર ઇન્વેસ્ટર્સમાં સિંગાપુર સરકાર(રૂ. 1,570 કરોડ), કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ(રૂ. 1,197 કરોડ), બ્લેકરોક ગ્લોબલ ફ્ંડ્સવર્લ્ડ ટેક્નોલોજી ફ્ંડ(રૂ. 868 કરોડ), મોર્ગન સ્ટેનલી એશિયા(સિંગાપુર) પીટીઈઓડીઆઈ(રૂ. 648 કરોડ) અને નોમુરા ઈન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફ્ંડ મધર ફ્ંડ(રૂ. 599 કરોડ)નો સમાવેશ થાય છે. જ્યારે ટોચના પાંચ એન્કર મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં આદિત્ય બિરલા સન લાઈફ્ એમએફ્(રૂ. 1,619 કરોડ), એચડીએફ્સી એમએફ્(રૂ. 1,317 કરોડ), એસબીઆઈ એમએફ્(રૂ. 1,201 કરોડ), એક્સિસ એમએફ્(રૂ. 1,196 કરોડ) અને મિરાઈ એસેટ એમએફ્(રૂ. 1,178 કરોડ)નો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર્સ તરીકે વિદેશી રોકાણકારોની સરખામણીમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફ્ંડ્સે માત્ર બે જ વાર ઊંચું રોકાણ દર્શાવ્યું છે. એક તો 2018માં અને બીજું 2014માં. કેલેન્ડર 2018માં સ્થાનિક ફ્ંડ્સનો હિસ્સો રૂ. 4,045 કરોડ પર હતો જે 52 ટકા જેટલો હતો. જ્યારે 2014માં તે માત્ર રૂ. 265 કરોડની એન્કર બુક સાથે 63 ટકા પર હતો. જોકે 2009 લઈને અત્યાર સુધીમાં મોટાભાગના વર્ષોમાં એન્કર બુકનું ભરણું વિદેશી રોકાણકારોથી જ ભરાતું રહ્યું છે. છેલ્લા ચાર વર્ષોમાં સ્થાનિક ફ્ંડ્સ તરફ્થી પાર્ટિસિપેશન વધ્યું છે. જેનું મુખ્ય કારણ  ઇક્વિટી સ્કીમ્સમાં જોવા મળેલો ઊંચો ઇનફ્લો છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો