સગપણ માટે પ્રયત્નો ચાલે છે, પણ કુંડળીમાં મંગળદોષ છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • સગપણ માટે પ્રયત્નો ચાલે છે, પણ કુંડળીમાં મંગળદોષ છે

સગપણ માટે પ્રયત્નો ચાલે છે, પણ કુંડળીમાં મંગળદોષ છે

 | 4:46 am IST
  • Share

પ્રશ્ન : મારું નામ ગાર્ગી (જિ. સુરેન્દ્રનગર) છે. મારી જન્મતારીખ 15-07-1995 છે. અન્ય વિગતો જણાવી છે. નોકરી સારી છે. સગપણ માટે પ્રયત્નો ચાલે છે. કુંડળીમાં મંગળદોષ છે, માતા સાથે મતભેદ રહે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર : તમારા જન્મની વિગતો મુજબ જન્મસમયની ચંદ્ર રાશિ કુંભ છે. નામ રાશિ મુજબ સાચું છે. કુંડળીમાં સાદો હળવો મંગળ ગણાય. ચિંતાકારક નથી. સાત્ત્વિક વાંચન વધારવાની સલાહ છે. તમારી પ્રગતિમાં માતાપિતાનું વિશિષ્ટ યોગદાન સ્વીકારીને વિવેક રાખીને વાણી ઉપર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. નજીકના સમયમાં એટલે કે જાન્યુઆરીથી ઓગસ્ટ, 2022નો સમય આપના માટે પ્રગતિસૂચક ગણી શકાય. તેમાં આયોજનપૂર્વક પ્રયત્ન કરી લેવાની સલાહ છે.

(1) દરરોજ સૂર્યનારાયણનાં દર્શન કરવાં. સૂર્ય નારાયણના મંત્રની દરરોજ એક માળા કરવી.  

(2) કુળદેવી માતાજીની વિશેષ ભક્તિ રવિવારે, મંગળવારે અને પૂનમે કરવી.  

(3) મોસાળ પક્ષના લોકોનો સહયોગ મેળવશો તો કાર્યમાં સરળતા અને અનુકૂળતા રહે.

પ્રશ્ન : મારું નામ યોગેશ (જિ.વલસાડ) છે. જન્મતારીખ 10 ઓક્ટોબર, 1983 છે. મારે સ્વતંત્ર અને નાનો ઉદ્યોગ છે. હાલમાં વ્યવસાય ક્ષેત્રે નાના અવરોધ સતત આવ્યા જ કરે છે. મોટા ભાગે ગ્રાહકો તરફથી નબળો પ્રતિભાવ મળે છે. આર્થિક પ્રગતિ માટે ઘણા પ્રયત્નો ચાલે છે. તો તેમાં મને સફ્ળતા ક્યારે મળશે?

ઉત્તર : તમારા જન્મની વિગતો મુજબ આસો સુદ ચોથનો જન્મ છે. જન્મ નક્ષત્ર અનુરાધા છે તેથી

વૃિૃક રાશિ ઉપર સાચું નામ છે. આર્થિક બાબતે હાલમાં મધ્યમ સમય ગણી શકાય. જૂના મિત્રો, સંબંધીઓ કે અધિકારીઓ સાથે સાત્ત્વિક સંબંધો કેળવવાની સલાહ છે. તેમાંથી જરૂરી સહકાર તથા તેને પગલે સફ્ળતા મળે તેવા યોગ છે. તે દિશામાં વધુ પ્રયત્નો કરવા જોઇએ. આગામી એપ્રિલ 2022 સુધીનો સમય વિશેષ અનુકૂળ રહે. તેમાં મહેનત વધારવાની સલાહ છે.

(1) ચંદ્રનું હકારાત્મક બળ મેળવવા માટે દરરોજ શિવજીની ભક્તિ કરવી.

(2) રવિવારે, સોમવારે, ગુરુવારે વિશેષ પ્રયત્ન કરવા જોઈએ. તેનો પ્રતિભાવ સારો મળે.

(3) તમારા ક્ષેત્રને અનુરૂપ મહાનુભાવ કે વડીલની તસવીર વ્યવસાયના સ્થળે રાખવી. જેથી હકારાત્મક ઊર્જા પામી શકાય.

                               

 

પ્રશ્ન : મારું નામ રામજીભાઇ (અંકલેશ્વર) છે. મારી પુત્રી અંજનાની જન્મતારીખ 21-01-2002 છે. અન્ય વિગતો જણાવી છે. અભ્યાસમાં તેજસ્વી છે. નોકરી તથા વ્યવસાય અંગે માર્ગદર્શન આપવા વિનંતી.  

ઉત્તર : તમારી પુત્રીની જન્મતારીખ મુજબ પોષ સુદ સાતમનો જન્મ છે. જન્મનક્ષત્ર અશ્વિની છે. ચંદ્ર રાશિ મેષ આવે છે તેથી નામ રાશિ મુજબ સાચું છે. તેજસ્વી પુત્રી માટે તમારી ચિંતા યોગ્ય નથી. ટેક્નિકલ ક્ષેત્રે સારી સફ્ળતા મળે તેવા યોગ છે. અભ્યાસમાં ટેક્નિકલ કે એન્જિનિયરીંગ ક્ષેત્ર હોય અને ભવિષ્યમાં પ્રગતિની તક હોય તેવા પાત્ર સાથે સગપણ અંગે વિચારી શકાય. હાલમાં આગામી ફ્ેબ્રુઆરી પછી સમય પ્રગતિસૂચક જણાય છે.  

(1) દર રવિવારે તથા પૂનમે કુળદેવી માતાજીની ભક્તિ જાતે કરવી.  

(2) સરસ્વતી કે ગાયત્રીની ભક્તિ વિશેષ કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો.

પ્રશ્ન : મારું નામ આનંદ (જિ. મહેસાણા) છે. મારી ભત્રીજી ખ્યાતિની જન્મતારીખ 25-01-1982 છે. જન્મસમય તથા અન્ય વિગતો આપી છે. તેનાં લગ્ન અગાઉ પોતાની પસંદગીથી થયાં હતાં, પરંતુ મનમેળના અભાવે છુટાછેડા થયેલા છે. હવે પાત્રપસંદગી બાબતે પ્રયત્ન શરૂ કર્યા છે. આ બાબતે ક્યારે સફ્ળતા મળશે?  

ઉત્તર : તમારી ભત્રીજીની જન્મતારીખ મુજબ પોષ વદ અમાસનો જન્મ છે. જન્મનક્ષત્ર ઉત્તરાષાઢા છે. ચંદ્ર રાશિ મકર હોવાથી નામ રાશિ મુજબ સાચંુ છે. તેની કુંડળીમાં મંગળદોષ નથી. જીવનમાં અમુક વળાંક કે ચઢાવ-ઉતાર આવતા હોય છે. દરેકની સમજણ અને સહનશક્તિ ઓછીવત્તી હોય છે. આ બાબતે હાલમાં નવેમ્બર 2021 પછીનો સમય અનુકૂળ અને યોગકારક જણાય છે. સારું અને જાણીતું ઘર હોય તો ગુણાંક કે નાડીદોષ જેવી બાબતોમાં જરૂરી બાંધછોડ કરીને નિર્ણય લઇ લેવો જોઈએ.  

(1) રાધાકૃષ્ણની કે શિવપાર્વતીની સાત્ત્વિક ભક્તિ કરવાની સલાહ છે.  

(2) ચંદ્રની વિશેષ ભક્તિ કરવાની સલાહ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો