સગીરા ઉપર દુષ્કર્મ આચરી બિભત્સ ફોટો કર્યા વાયરલ - Sandesh
 • Home
 • Jamnagar
 • સગીરા ઉપર દુષ્કર્મ આચરી બિભત્સ ફોટો કર્યા વાયરલ

સગીરા ઉપર દુષ્કર્મ આચરી બિભત્સ ફોટો કર્યા વાયરલ

 | 2:38 am IST

 • સગીરાના ભાઈએ પોલીસમા કરી ફરિયાદ
 • બગસરાઃ બગસરા તાલુકાના જુના જાંજરીયા ગામે રહેતી ભદ્ર સમાજની સગીરા ઉપર તે જ ગામના નરાધમે અન્ય નરાધમ સાથે મળી સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી તેના ફોટા સોશિયલ મીડિયામાં ફોટાઓ વાયરલ કરી દેતા નરાધમો ઉપર લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે. સગીરાના ભાઈએ કરેલી પોલીસ ફરિયાદ પ્રમાણે બગસરા તાલુકાના જુના જાંજરીયા ગામે રહેતી સગીરાને ગત માસમાં ધો.૧૦ની પરીક્ષા હોય ત્યારે તેની બાજુમાં રહેતા અને સગીરા જેને કાકા કહીને બોલાવતી હતી તે પ્રકાશ ધીરૂ ગૌસ્વામી મોટર સાયકલ ઉપર બેસાડી પરીક્ષા આપવા જનતા વિદ્યાલય ખાતે લઈ આવતો હોય અને ત્યારબાદ સગીરાની લલચાવી મોટા મુંજીયાસર ગામે મુકેશ સાવલીયાની ઘરે લઈ ગયો હતો. જયાં એક નરાધમે સગીરાની ભોળપણનો લાભ ઉઠાવી દુષ્કર્મ ગુજારતો અને બીજો નરાધમ આ ઘટનાનો વીડિયો ઉતારતો હોવાનુ સગીરાએ જણાવ્યું છે.
 • નરાધમોએ ફોટા વાયરલ કર્યા
  સગીરા ઉપર દુષ્કર્મ કરતી વખતે એક નરાધમ બિભત્સ ફોટાઓ પાડતો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે અને આ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને જ નરાધમો સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતા હતા.
 • એક નરાધમ પોલીસની ઝપટે
  જુના જાંજરીયાની સગીરા ઉપર દુષ્કર્મ કરનારના ફોટાઓ પાડનાર મુકેશ સાવલીયા નામનો નરાધમ જે મોટા મુંજીયાસર ગામે રહે છે જેની ઘરે જ સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવી હતી તેને પોલીસે ઝડપી પાડયો છે અને આવતીકાલે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 • સગીરા કરગરતી પણ નરાધમ દુષ્કર્મ આચરતો
  જુના જાંજરીયાનો પ્રકાશ ધીરૂ ગોસ્વામી મોટા મુંજીયાસર ગામે મુકેશ સાવલીયાના ઘરે દુષ્કર્મ ગુજરાતો ત્યારે સગીરાના બિભત્સ ફોટા પાડવામાં આવ્યા હતા સગીરા હવસનો શિકાર બનતી વખતે કરગરતી રહી પરંતુ આ નરાધમ મારી નાખવાની અને ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન