સત્તાવાર મૃત્યુ કરતા ત્રણ ગણી અરજી ૭૦૦ કોરોના ડેથ સર્ટિફિકેટ તૈયાર - Sandesh
  • Home
  • Newspaper
  • સત્તાવાર મૃત્યુ કરતા ત્રણ ગણી અરજી ૭૦૦ કોરોના ડેથ સર્ટિફિકેટ તૈયાર

સત્તાવાર મૃત્યુ કરતા ત્રણ ગણી અરજી ૭૦૦ કોરોના ડેથ સર્ટિફિકેટ તૈયાર

 | 5:17 am IST
  • Share

  • મહાપાલિકાના ચોપડે ૪૫૮ મૃત્યુનુ ધૂપ્પલ
  • આજથી કલે.કચેરીમાં પણ ફોર્મ ચકાસણી સહાય જમા કરાશે

। રાજકોટ । રાજકોટમાં કોરોના સહાય માટેના પ્રમાણપત્ર કોરોનાના જાહેર કરાયેલા મૃત્યું કરતા ૩ ગણી વધારે આવી ચૂકી છેઅને દરરોજ તેમાં ઉમેરો થઈ રહ્યો છે ત્યારે આજે મનપાએ અગાઉ જેમણે અરજી કરી હતી તેવા ૩૫૨ અરજદારોને મૃત્યુના પ્રમાણપત્ર આપ્યા હતા.
મનપાએ ૭૦૦ પ્રમાણપત્ર તૈયાર કરી નાખ્યા છે અને દરરોજ આવતી અરજી પ્રમાણે પ્રમાણપત્રો આપવામાં આવશે તેમ મનપાના આરોગ્ય સુત્રોએ કહયું હતું. આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ જાહેર કરાયા પ્રમાણે કોરોના ડેથ ઓડિટ કમિટિના આંકડા પ્રમાણે ૪૫૮ છે પણ તેની સામે ૧૩૦૦થી વધુ અરજી આવી ચૂકી છે. આ અરજીઓ કો મોર્બિડ કન્ડીશન ધરાવતા દર્દીઓની પણ હોઈ શકે જેમને કોવિડ ડેથ કમિટિએ કોરોનાને કારણે જ મોત થયું તેવું દર્શાવ્યું નથી. એક તરફ મનપાએ પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું છે તેની સામે જિલ્લા તંત્ર દ્વારા સહાય અરજીની ચકાસણી કરીને તેમાં સહાય આપવાનું તા. ૨૬થી શરૂ કર્યુ ંછે.
કલેકટર અરૂણ મહેશબાબુએ કહયું હતું કે, અમે તા.૨૬ના ૭૦થી ૧૦૦ અરજદારોના ખાતામાં સહાય જમા કરાવી શકીએ તે રીતે કામગીરી ચાલી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો