સની દેઓલ નાનપણમાં ખૂબ તોફાની હતા - Sandesh
1.6M
1M
1.7M
APPS

સની દેઓલ નાનપણમાં ખૂબ તોફાની હતા

 | 3:00 am IST
  • Share

 19 ઓક્ટોબર, 1956માં જન્મેલા સની દેઓલનો જન્મ અભિનેતા ધર્મેન્દ્રના ઘરે થયો હતો. સની દેઓલનું સાચું નામ અજય સિંહ હતું. તેમની માતાનું નામ પ્રકાશ કૌર અને નાના ભાઈનું નામ બોબી દેઓલ છે. તેમને સગી બે બહેનો અજિતા અને વિજયતા કેલિર્ફોિનયામાં રહે છે. સની દેઓલનાં લગ્ન પૂજા દેઓલ સાથે નાની ઉંમરમાં થયાં હતાં. તેમને કરણ અને રાજવીર બે દીકરા છે. સની દેઓલે સ્કૂલનો અભ્યાસ મહારાષ્ટ્રમાંથી કર્યો અને ઇકોનોમિક્સ સાથે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે અભિનયનો કોર્સ ઇંગ્લેન્ડમાં જઇને કર્યો હતો.  

સની દેઓલે અભિનય કરિયરની શરૂઆત 1983માં ફિલ્મ બેતાબ દ્વારા કરી હતી. ત્યારથી માંડી આજ સુધી ફિલ્મ અને સિનેમાની દુનિયામાં સની સક્રીય છે. છ દાયકા વટાવી ચૂકેલા સની દેઓલે અત્યાર સુધીમાં અનેક ફિલ્મોમાં અભિનેતાના રૂપમાં અભિનય કર્યો છે. તેમની અનેક ફિલ્મો તો એવી છે જેણે દેશ અને દુનિયામાં ગજબની પ્રસિદ્ધિ મેળવી છે. ફિલ્મોમાં એક્શન અને આક્રમક છબી ધરાવનાર વાસ્તવિક જીવનમાં અંતર્મુખી અને સહજ વ્યક્તિ છે. રાજકારણની દુનિયામાં પગપેસારો કરનાર સની દેઓલ ગુરદાસપુર, પંજાબના સાંસદ છે.

ટ્રાવેલિંગનો શોખ ધરાવનાર સની દેઓલને ફોટોગ્રાફી અને ટ્રેકિંગ કરવાનું પણ ગમે છે. જિમમાં જઇને બોડી બનાવવાનો શોખ ધરાવે છે. પિતાને રોલ મોડલ માનનાર સનીને થાઈ ફૂડ, મેથીના પરોઠા, દૂધીનું શાક વધારે ભાવે છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા ત્યારથી સની દેઓલને સ્પોર્ટ્સમાં રસ હતો પરંતુ પરિવારનો સપોર્ટ ન મળવાને લીધે એ આ દિશામાં આગળ વધી ન શક્યા. સામાન્ય રીતે ઘરમાં સૌથી નાનું બાળક હોય તે તોફાની હોય છે, પરંતુ દેઓલ પરિવારમાં એકદમ ઊંધું હતું. સની નાના ભાઇ બોબી કરતાં વધારે તોફાની હતા. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો