સપ્ટેમ્બર માટે ડબ્લ્યૂપીઆઇ ઘટીને 10.66 ટકા પર જોવાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સપ્ટેમ્બર માટે ડબ્લ્યૂપીઆઇ ઘટીને 10.66 ટકા પર જોવાયો

સપ્ટેમ્બર માટે ડબ્લ્યૂપીઆઇ ઘટીને 10.66 ટકા પર જોવાયો

 | 4:20 am IST
  • Share

ખાદ્ય પદાર્થોના ભાવમાં નરમાઈને કારણે હોલસેલ પ્રાઇસ ઇન્ફ્લેશનમાં ઘટાડો

જોકે ફ્યૂઅલ અને વીજળીના ભાવમાં 24.8 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો

સપ્ટેમ્બર દરમિયાન દેશમાં હોલસેલ પ્રાઈસ(ડબ્લ્યૂપીઆઈ) આધારિત ફ્ુગાવાનો દર ઘટીને 10.66 ટકા પર જોવા મળ્યો હતો. ડબ્લ્યૂપીઆઈમાં ઘટાડાનું કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈ હતું. જેણે ફ્યૂઅલ અને વીજળીના ભાવોમાં જોવા મળેલા ઉછાળાની અસરને ખાળી હતી. જોકે તેમ છતાં સતત છઠ્ઠા મહિને ડબ્લ્યૂપીઆઈ દ્વિઅંકી જોવા મળ્યું હતું. ઓગસ્ટમાં તે 11.39 ટકાના સ્તરે રહ્યું હતું. જ્યારે એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર 2020માં તે ઔમાત્ર 1.32 ટકા પર જોવા મળતું હતું.

સપ્ટેમ્બરમાં ઊંચા ફ્ુગાવા પાછળનું મુખ્ય કારણ મિનરલ ઓઈલ્સ, બેઝિક મેટલ્સ, નોન-ફ્ૂડ આર્િટકલ્સ, ફ્ૂડ પ્રોડક્ટ્સ, ક્રૂડ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, કેમિકલ્સ એન્ડ કેમિકલ્સ પ્રોડક્ટ્સ વગેરેના ભાવમાં વૃદ્ધિ હતું એમ કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું. જોકે બીજી બાજુ ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત પાંચમા મહિને રાહત જોવા મળી હતી અને સપ્ટેમ્બરમાં તેણે 4.69 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. ઓગસ્ટમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 1.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ખાદ્ય પદાર્થોમાં મુખ્યત્વે શાકભાજીના ભાવોમાં નરમાઈ નોંધાઈ હતી. જોકે કઠોળના ભાવોમાં વૃદ્ધિ જળવાઈ હતી અને તે 9.42 ટકા જેટલાં સુધર્યાં હતાં.

બીજી બાજુ ફ્યૂઅલ અને પાવર બાસ્કેટના ફ્ુગાવામાં 24.91 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જે ઓગસ્ટ મહિનામાં 26.09 ટકાની સરખામણીમાં સાધારણ નીચો હતો. નેચરલ ગેસ અને ક્ર્રૂડ પેટ્રોલિયમના ભાવમાં સપ્ટેમ્બરમાં 43.92 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જે ઓગસ્ટમાં 40.03 ટકા પર હતો. મેન્યૂફ્ેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં ફ્ુગાવો 11.41 ટકા પર જોવા મળ્યો હતો. પોતાની મોનેટરી પોલિસીમાં ઈન્ફ્લેશનને કેન્દ્રમાં રાખતી આરબીઆઈએ ચાલુ મહિનાની શરૂમાં જ ઈન્ટરેસ્ટ રેટને વિક્રમી તળિયા પર જાળવી રાખ્યાં હતાં. અગાઉ સપ્તાહની શરૂમાં સપ્ટેમ્બર માટે રિટેલ ઈન્ફ્લેશન પણ પાંચ મહિનાના 4.4 ટકાના તળિયા પર જોવા મળ્યું હતું. જેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો