સભા પૂર્ણ થવાને ૧૫ મિનિટ બાકી હતી ને બહાર સ્લેબ તૂટયો - Sandesh
  • Home
  • Baroda
  • સભા પૂર્ણ થવાને ૧૫ મિનિટ બાકી હતી ને બહાર સ્લેબ તૂટયો

સભા પૂર્ણ થવાને ૧૫ મિનિટ બાકી હતી ને બહાર સ્લેબ તૂટયો

 | 2:45 am IST

ડભોઇ તાલુકા પંચાયતના સભાખંડની બહાર ઘટના

સભાખંડમાં મીટિંગ ચાલુ હતી તે દરમિયાન બનેલો બનાવ

। ડભોઇ ।

ડભોઇ તાલુકા પંચાયતમાં તલાટીઓની ચાલુ મીટીંગ સભાખંડના દરવાજાની બહાર સ્લેબના પોપડો ઉખડી નીચે પડતા મોટી જાનહાની ટળી હતી. અગાઉ તા.પં. કચેરી જર્જરીત હોવા અંગે તાલુકા વિકાસ અધિકારીને કરવા છતાં પાણીનું નામ ભુ જેવી સ્થીતી યથાવત રહી હતી.

આજરોજ તા. ૧૨-૯-૨૦૧૮ના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે ડભોઇ તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી ડી.જી. દેસાઇ તાલુકામાં વિકાસની ગાથાને અવિરત રાખવા માટે મીટીંગ લેતા હતા ત્યારે એકાએક સભાખંડની બહાર મેઇન દરવાજાની ઉપરનો સ્લેબનો મોટો પોપડો નીચે તુટી પડતાં તમામ તલાટી અને અધિકારીઓ બહાર આવી ગયા હતા. મીટીંગ સમાપ્તીને માત્ર ૧૫ મીનીટનો સમય બાકી હતો જો ૧૫ મીનીટ બાદ પોપડો નીચે પડયો હોત તો હોનારતની શક્યતા હતી.

;