સમયનો બદલાયેલો સમય  - Sandesh
1.6M
1M
1.7M
APPS

સમયનો બદલાયેલો સમય 

 | 12:30 am IST
  • Share

સમય સરતો રહે છે, સમયને બાંધી શકાતો નથી, સમયને મુઠ્ઠીમાં કેદ કરી શકાતો નથી વગેરે વગેરે અનેક શબ્દો પ્રયોજનો વડે સમયની કિંમત સમજાવવાનો પ્રયત્ન થાય છે.

એક સમયે સનડિયલ મતલબ સૂર્ય ઘડિયાળ અથવા છાયાયંત્રનો ઉપયોગ થતો. આકાશમાં સૂર્યની ગતિ, પરિભ્રમણને કારણે પૃથ્વી પર પડતા પ્રતિબિંબિત અને પડછાયાને જોઈને અનુમાન કરવામાં આવતું. ૧૮૩૦ના દશક સુધી સનડિયલ્સનો ઉપયોગ થતો રહ્યો હતો. ભારતમાં પાંચ સૂર્ય ઘડિયાળ છે જેમાંની એક જયપુર ખગોળશાસ્ત્રીય વેધશાળા છે, જે ‘જંતર-મંતર’ તરીકે પ્રચલિત છે. આ સૂર્ય ઘડિયાળ ૧૭૩૪માં રાજા સવાઈ જયસિંહ બીજા દ્વારા બાંધવામાં આવેલ, આ વિશ્વની સૌથી મોટી પથ્થરની સૂર્ય ઘડિયાળ છે.

એક પદ્ધતિ પાણીની ઘડિયાળ ની પણ હતી. ભારત અને ચીન સહિત વિશ્વના ઘણા વિસ્તારોમાં પાણીની ઘડિયાળોના પુરાવા મળ્યા છે. જોકે તેની શરૃઆત ક્યારે થઇ તેની નિિૃત જાણકારી કોઈ પાસે નથી.

ભારતીય પ્રાચીન પુરાણોમાં દિવસને આઠ પ્રહરોમાં વહેંચવામાં આવ્યો હતો; દિવસ માટે ચાર અને રાત માટે ચાર. દિવસનો પ્રથમ પ્રહર સૂર્યોદયથી શરૃ થાય છે અને દિવસનો ચોથો પ્રહર સૂર્યાસ્ત સમયે સમાપ્ત થાય છે. ચાર પ્રહરોનો બીજો રાઉન્ડ રાત દરમિયાન સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે ચાલે છે. આ ગણતરી આજે પણ ભારતમાં પ્રચલિત છે. મૂળે પ્રહર એક સંસ્કૃત શબ્દ છે જે સમયના એકમ અથવા દિવસના પેટા વિભાજન માટે પ્રયોજાય છે. આઠ પ્રહર એટલે ત્રણ કલાકનો એક પ્રહર આમ ચોવીસ કલાક થાય, પરંતુ આ પ્રહર કલાકનો તાળો તો આપણે આજે બેસાડીએ છીએ, પ્રાચીન સમયે, સમયને કલાક, મિનિટ કે સેકન્ડમાં વહેંચવામાં આવ્યો જ ન હતો.

હિપ્પાર્કસ, ગ્રીક ખગોળશાસ્ત્રી જેનો કાર્યકાળ ૧૪૭ અને ૧૨૭ બીસી વચ્ચે હતો, તેણે દિવસને ૨૪ સમપ્રકાશીય કલાકોમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે પ્રકાશના ૧૨ કલાક અને અંધકારના ૧૨ કલાક પર આધારિત હતો. વળી હિપ્પાર્કસ અને અન્ય ગ્રીક ખગોળશાસ્ત્રીઓએ સુમેરિયન પાસેથી વારસામાં મળેલી, મેસોપોટેમિયામાં જન્મેલા બેબીલોનીઓ દ્વારા (૨૦૦૦ બીસીની આસપાસ) વિકસાવવામાં આવેલી સેક્સજેસિમલ (બેઝ ૬૦) પદ્ધતિનો સૈદ્ધાંતિક ગણતરીઓ માટે ઉપયોગ કરવાનું શરૃ કર્યું. મહત્ત્વની વાત એ છે કે આ બેઝ ૬૦ની પસંદગી શા માટે કરવામાં આવી તે કોઈ જાણતું નથી.

જોકે, અલ્માગેસ્ટ ઘણી સદીઓ સુધી મિનિટ અને સેકન્ડનો ઉપયોગ રોજિંદો સમય જાળવવા માટે થતો ન હતો. હકીકતમાં, કલાકને સામાન્ય રીતે ૬૦ મિનિટનો સમયગાળો જ માનવામાં આવતો ન હતો. છેક ૧૪મી સદી દરમિયાન યુરોપમાં યાંત્રિક ઘડિયાળો પ્રથમ દેખાયા પછી જ નિશ્ચિત લંબાઈના કલાકો સામાન્ય બની ગયા.

ધીમે ધીમે સમયમાપન યંત્ર, ઘડિયાળની શોધ થઇ, પ્રથમ ઘડિયાળની શોધ મહાન ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ઇજનેર આર્િકમિડિઝે ત્રીજી સદી પૂર્વે કરી હતી. પ્રથમ લોલક ઘડિયાળ, ૧૬૫૬માં ડચ પોલિમેથ અને હોરોલોજિસ્ટ ક્રિસ્ટીઆન હ્યુજેન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. ગેલિલિયોને ૧૭મી સદીની શરૃઆતમાં સમયની ગતિને નિયંત્રિત કરવા માટે ઉપકરણ સ્વિંગિંગ બોબનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો. જોકે, ક્રિસ્ટિયન હ્યુજેન્સને શોધક તરીકે શ્રેય આપવામાં આવે છે. એક સેકન્ડ મૂવમેન્ટ માટે આશરે ૯૯.૪ સેમી અથવા ૩૯.૧ ઈંચ લોલકની લંબાઈ આધારિત ઘડિયાળ બનાવી હતી. પ્રથમ મોડેલ ઘડિયાળ ૧૬૫૭માં હેગમાં બનાવવામાં આવી હતી, પરંતુ ઈંગ્લેન્ડે આ આઈડિયા ઉઠાવી લીધો હતો

૧૬૭૫માં, હ્યુજેન્સ અને રોબર્ટ હૂકે સર્પાકાર (સ્પિરલ) બેલેન્સ સ્પ્રિંગ/હેરસ્પ્રિંગની શોધ કરી, આ શોધે આખરે સચોટ ખિસ્સા ઘડિયાળ શક્ય બનાવી. ઘડિયાળ નિર્માતા થોમસ ટોમ્પીયન, તેમની પોકેટ ઘડિયાળોમાં આ પદ્ધતિનો સફ્ળતાપૂર્વક ઉપયોગ કરનારા પ્રથમ લોકોમાંનો એક હતો.

માનવ સમયને મુઠ્ઠીમાં તો કેદ નથી કરી શક્યો પરંતુ કાંડે લટકાવતો તો થઇ જ ગયો છે, એટલું જ નહીં સમયની કિંમત આંકે કે નહીં, કીમતી સમયમાપન યંત્ર (ઘડિયાળ) અંકે કરતો થઇ ગયો છે. પ્રથમ કાંડા ઘડિયાળની શોધ માટે જાણીતી, પાટેક ફ્િલિપ એન્ડ કંપની ટોચની ઘડિયાળ નિર્માતા કંપની છે. પાટેક ફ્િલિપ, વેચેરોન કોન્સ્ટેન્ટિન, ઔડેમર્સ પીગુએટ દુનિયાની પ્રથમ ત્રણ કંપની છે જે મોંઘા ભાવની કાંડા ઘડિયાળમાં લોકોનો ટાઈમ (પ્રતિષ્ઠા) દર્શાવે છે; મોબાઈલમાં જ ક્લોક આવી ગઈ હોવા છતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો