સમા રોડના એટીએમમાં આગ, ૫ લાખ બચ્યાં - Sandesh
  • Home
  • Baroda
  • સમા રોડના એટીએમમાં આગ, ૫ લાખ બચ્યાં

સમા રોડના એટીએમમાં આગ, ૫ લાખ બચ્યાં

 | 3:48 am IST

 

વડોદરા ઃ શહેરના સમા- સાવલી રોડ પર આવેલા એચડીએફસી બેંકના એટીએમના રૃમમાં સર્વર રૃમની બેટરી ઓવર હિટીંગ થઈ જતાં તણખા ઝર્યા હતા અને આગ લાગી ગઈ હતી. જોકે ફાયર ફાઈટરોની જહેમતને કારણે એટીએમ આગની લપેટમાં આવતુ બચાવાયુ હતુ અને એટીએમમાં રહેલી ૫ લાખથી ૭ લાખની રોકડને થતુ નુક્શાન અટકાવાયુ હતું.

સમા- સાવલી રોડ પર અવસર પાર્ટી પ્લોટની પાછળના ભાગે એચડીએફસી બેંકનુ એટીએમ આવેલુ છે. બપોરના ૧-૨૯ કલાકના અરસામાં એટીએમના રૃમમાં સર્વર રૃમમાં બેટરી ઓવર હિટીંગ થતા તણખાં ઝર્યા હતા અને જોતજોતામાં આગ લાગી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા અને ફોર્મનો મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી. જો કે આગને એટીએમ સુધી પહોંચવા દેવાઈ ન હતી, જેથી એટીએમમાં રહેલી અંદાજે ૫ લાખ થી ૭ લાખની રોકડ બચાવી શકાઈ હતી.

સૂત્રોએ કહ્યું હતું કે, જ્યારે આગ લાગી ત્યારે સિક્યુરિટી જવાન ગભરાઈને ત્યાંથી નાસી ગયો હતો. જો સિક્યુરિટી જવાને એસ્ટીંગ્યૂસરનો ઉપયોગ કર્યાે હોત તો સમયસર આગ ઓલવી શકાઈ હોત અને સર્વર રૃમમાં બેટરી સહિતની વસ્તુઓ સળગી અને રૃ. ૫૦ હજાર જેટલુ નુક્શાન થયુ તે પણ અટકાવી શકાયુ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;