સમીર શાહની રેગ્યુલર જામીન અરજી રદ્ કરતી સેશન્સ કોર્ટ - Sandesh
  • Home
  • Rajkot
  • સમીર શાહની રેગ્યુલર જામીન અરજી રદ્ કરતી સેશન્સ કોર્ટ

સમીર શાહની રેગ્યુલર જામીન અરજી રદ્ કરતી સેશન્સ કોર્ટ

 | 1:17 am IST

  • રાજકોટનાં મિલ મેનેજર સમીર ગાંધીની જામીન અરજીનો ગુરૃવારે ચૂકાદો  

રાજકોટ : રાજકોટની રાજમોતી મિલનાં અમદાવાદ સ્થિત બ્રાંચ મેનેજર દિનેશ દક્ષિણીનાં ચકચારી હત્યા કેસમાં જેલ હવાલે રહેલા મિલ માલિક સમીર શાહે કરેલી રેગ્યુલર જામીન અરજીને સેશન્સ કોર્ટે રદ કરી છે. જયારે મિલનાં રાજકોટ મેનેજર સમીર ગાંધીની જામીન અરજીનો ચૂકાદો સંભવત ગુરૃવારે આપવામાં આવશે.   રાજમોતી મિલનાં નાણાકીય હિસાબનાં મુદે રાજમોતી મિલનાં અમદાવાદ સ્થિત દિનેશ મગનભાઈ દક્ષિણીને ઢોર માર મારતાં તેનું મોત નિપજયું હતુ. જે બનાવ અંગે રાજમોતી મિલનાં માલિક સમીર શાહ, રાજકોટ મેનેજર સમીર ગાંધી સહિતનાંઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ લાંબા સમય પછી મિલ માલિક સમીર શાહ સહિતનાંઓની ધરપકડ થઈ હતી. અને જેલ હવાલે કરવામાં આવ્યાં હતા.
દરમિયાન જેલ હવાલે રહેલા સમીર શાહે માનવતાનાં ધોરણે જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે અરજી રદ થઈ હતી. ત્યાર બાદ સમીર શાહે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અરજીની સામે આ કેસમાં રોકાયેલા સ્પે.પી.પી. મોહનભાઈ સાયાણીએ સમીર શાહે સામે ગંભીર ગુનો હોય તેમજ હત્યાના કાવત્રામાં મુખ્ય આરોપી હોય જામીન પર છોડી શકાય નહી. તેમજ અગાઉ માનવતાનાં ધોરણે કરેલી અરજી રદ થઈ હતી. જયારે હાઈકોર્ટમાંથી પણ અરજીને પરત ખેંચી હતી.
જેથી જામીન આપવા જેવો કેસ ન હોય આ અરજીને રદ કરવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે અરજી રદ કરી હતી. જયારે જેલ હવાલે રહેલા મિલનાં રાજકોટ મેનેજર સમીર ગાંધીની જામીન અરજીનો ચૂકાદો ગુરૃવારે અપાઈ તેવી સંભાવના છે. ફરિયાદ પક્ષે એડવોકેટ લલીતસિંહ શાહી, સુરેશ ફળદુ સહિતનાં રોકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન