સયાજીપુરામાં આવાસ યોજનાના મકાનોમાં અસુવિધાઓથી ત્રસ્ત રહીશોએ હોબાળો કર્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સયાજીપુરામાં આવાસ યોજનાના મકાનોમાં અસુવિધાઓથી ત્રસ્ત રહીશોએ હોબાળો કર્યો

સયાજીપુરામાં આવાસ યોજનાના મકાનોમાં અસુવિધાઓથી ત્રસ્ત રહીશોએ હોબાળો કર્યો

 | 3:04 am IST

 

પાલિકામાં ભાજપ વિરુદ્ધ નારા ઃ નાગરિકો બિલ્ડરની પોલ નવા સીએમ સુધી પહોંચાડશે

ા વડોદરા ા

શહેરના ખોડીયાર નગર સયાજીપુરા એફપી ૫૩ સ્થિત મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોના બાંધકામમાં હલકી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગની પોલ ઉઘાડી પડી છે. કોર્પોરેશનના અધિકારીઓ અને જવાબદાર બિલ્ડર આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવ્યાં છે.

શહેરના ખોડીયાર નગરમાં સયાજીપુરા ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લગભગ ૪૫૦ મકાનો છે. ટુ અને વન બીએચકેના ફલેટ ૬૦ % ભરાયાં છે. ટુ બીએચકેના ચાર અને વન બીએચકે ફલેટના ૧૦ ટાવર છે. આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાથી રહીશો વંચિત છે. બિલ્ડર દ્વારા હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ થયાં છે. અંદાજે સાત વર્ષના સમયગાળામાં જ છતના પોપડા ખરવાનું શરૂ થઈ ગયું છે. ડી-ટાવરના પાર્કિંગની છતના પોપડા ખરી પડયા, જોકે સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આજે મહિલાઓ સહિતના રહીશોએ કોર્પોરેશનના બેદરકાર તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો. રહીશોએ ભાજપ અને બિલ્ડર વિરૂદ્ધ નારા લગાવ્યાં હતાં. રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ડ્રોમાં નંબર લાગ્યા બાદ પઝેશન આપવામાં બિલ્ડરે ઘણો સમય લગાવ્યો હતો. ડ્રોઇંગમાં બે લિફ્ટ છે પણ બિલ્ડરે એક જ લિફ્ટ આપી છે, કોમ્યુનિટિ હોલ તથા કોમન વોલનો અભાવ, લાઇટ બોર્ડની પેનલો ખુલ્લી છે, પાણી ટપકવું, ગંદકી, ડ્રેનેજ વગેરે જેવી અનેક સમસ્યા છે. કોન્ટ્રક્ટર કોર્પોરેશન પાસે મોકલે છે, કોર્પોરેશનનું તંત્ર બાયબાય ચારણી કરે છે. એન્જિનિયર સહિતના અધિકારીઓ મનસ્વી વર્તન કરે છે. બિલ્ડર દ્વારા એકદમ હલકી કક્ષાનું બાંધકામ કરવામાં આવ્યું છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત માર્ચ મહિનામાં કલેક્ટર કચેરીમાં પણ રજુઆત કરી છતાં અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા સામાન્ય વર્ગના પરિવારો ભગવાન ભરોસે છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોર્પોરેશનના કેટલાંક અધિકારીઅઓ અને બિલ્ડરોની મિલીભગતનો કાચો ચિઠ્ઠો રાજ્યનાં નવા મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પીડિતો પહોંચાડશે.

 

રહીશોનો મિજાજ પારખી અધિકારીઓને પલાયન !

કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ તપાસ માટે ગયાં હતાં. છેલ્લાં ઘણા સમયથી અસુવિધા ભોગવતા રહીશોનો મિજાજ પારખી જતાં એક તબક્કે અધિકારીઓ સ્થળ પરથી પલાયન થઈ ગયાં હતાં. લોકોએ સૂત્રોચ્ચાર સાથે ઘેરાવો પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;