સયાજી હૉસ્પિટલને રૂપિયા ૧.૮૦ કરોડના મેડિકલ સાધનોની સહાય કરાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સયાજી હૉસ્પિટલને રૂપિયા ૧.૮૦ કરોડના મેડિકલ સાધનોની સહાય કરાશે

સયાજી હૉસ્પિટલને રૂપિયા ૧.૮૦ કરોડના મેડિકલ સાધનોની સહાય કરાશે

 | 3:04 am IST

લોકપ્રતિનિધિ અનુદાન અને ઝ્રજીઇ પ્રવૃત્તિ હેઠળ રૂ. .૧૦ કરોડનું અનુદાન

મહેસૂલ મંત્રી સહિત ૪ ધારાસભ્યએ તબીબી સાધન સુવિધા માટે અનુદાનની ફાળવણી કરી

ા વડોદરા ા

સયાજી હોસ્પિટલમાં લોક પ્રતિનિધિ અનુદાન અને સી.એસ.આર. પ્રવૃતિ હેઠળ ટૂંક સમયમાં લગભગ રૂ..૧૦ કરોડની કિંમતના ખૂબ ઉપયોગી તબીબી ઉપકરણોનું અનુદાન આવી રહ્યાં છે.  

એસએસજીના અધિક્ષક ડૉ. રંજન ઐયર જણાવે છે કે, તાજેતરમાં સયાજી હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર કોઈ કોર્પોરેટ એકમે તબીબી સાધનો વધારવા માટે મદદ કરી હોય એવું બન્યું છે. કોર્પોરેટ એકમ ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝસી.જી. એ હોસ્પિટલની મુલાકાત લીધા વગર અંદાજે રૂ..૮૦ કરોડના ખર્ચે ખૂબ અદ્યતન તબીબી સાધનો હોસ્પિટલના બાળ સારવાર વિભાગ અને ઇ.એન.ટી.વિભાગને ઉપલબ્ધ કરાવ્યા છે. મારા ઈ.એન.ટી.વિભાગને એવા સાધનો અને સ્પેર્સ મળ્યા જેની મને વર્ષોથી ઝંખના હતી. જે મ્યૂકરની સારવારમાં ખૂબ ઉપયોગી અને જીવનરક્ષક પુરવાર થયાં છે

લોક કલ્યાણ માટે સતત કાર્યરત રહેતા સાંસદ રંજનબેન ભટ્ટે તાજેતરમાં હોસ્પિટલની મુલાકાત સમયે પોતાના અનુદાનમાંથી નવીન તબીબી સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવા રૂ.૫૦ લાખ ફાળવવાની જાહેરાત કરી છે.  

સયાજીમાં તબીબી સાધન સુવિધા વધારવા રાજ્યના મહેસૂલ મંત્રી અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ રૂ.૮૦ લાખનું અનુદાન ફાળવ્યું છે. ઉપરાંત પૂર્વ નર્મદા વિકાસ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની રૂ.૫૦ લાખની અનુદાન ફાળવણી ન્યુરો વિભાગ માટે ઉપયોગી થઇ પડી છે. અને પૂર્વ મંત્રી અને સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા અને અકોટાના વિધાયક સીમાબેન મોહિલેએ રૂ.૨૫/ ૨૫ લાખની સાધન સહાય દર્દી સેવા માટે આપી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;