સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધુ એક વધારો કરાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધુ એક વધારો કરાયો

સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધુ એક વધારો કરાયો

 | 2:30 am IST
  • Share

ા વડોદરા ા

 રાજ્ય સરકાર દ્વારા ૧૦ વર્ષ અગાઉ ન્ૈંજી એટલે કે લેબોરેટરી ઈન્ફોર્મેશન સિસ્ટમ સરકારી હોસ્પિટલમાં કાર્યરત કરવાની પહેલ કરી હતી.

જે અંતર્ગત શહેરની સયાજી હોસ્પિટલમાં પણ આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં ખાનગી હોસ્પિટલ દ્વારા આ સિસ્ટમ એસએસજીને ડૉનેટ કરાઈ છે. સયાજી હોસ્પિટલમાં ૮૦ ટકા વિભાગોમાં આ સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે. જો કે એસએસજીનું કેમ્પસ ઘણું મોટું હોવાને કારણે અમુક વિભાગોમાં આ સિસ્ટમ કાર્યરત કરવાની હજુ બાકી છે. જેનો મુખ્ય ઉદ્દેશ દરેક વિભાગને લેબોરેટરી સાથે એક નેટવર્કથી જોડવામાં આવે છે.

જેથી કરીને દર્દીઓના રિપોર્ટ વહેલી તકે આવે, જેથી દર્દીઓની સારવાર વહેલી તકે થઈ શકે. ઉપરાંત હોસ્પિટલના ચોથા વર્ગના કર્મીઓને ધક્કા ખાવાની જરૂરિયાત નહિં પડે. જેથી આ કર્મીઓેને અન્ય કામમાં પણ મુકી શકાય છે. જો દર્દીઓના લોહિના રિપોર્ટ વહેલા મળી જાય તો દર્દીઓની તાત્કાલિક સારવાર કરી શકાય. જેથી તેમના જીવનું જોખમ પણ ઓછું થઈ

જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન