સરકારની યોજનાના લાભ વચેટીયા લઈ જાય છે : ખેડૂતોનો આક્રોશ - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • સરકારની યોજનાના લાભ વચેટીયા લઈ જાય છે : ખેડૂતોનો આક્રોશ

સરકારની યોજનાના લાભ વચેટીયા લઈ જાય છે : ખેડૂતોનો આક્રોશ

 | 1:57 am IST

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૧ર

તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે ચણાની ટેકાના ભાવે થતી ખરીદી કેન્દ્ર સંચાલક દ્વારા બંધ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોની પાંખી હાજરી, અસંગઠીતતા વચ્ચે આજે રસ્તા પર ઉતરી કોથળાઓને આગ લગાવી, માર્કેટીંગ યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરી, પાલીતાણા તરફ જવાના માર્ગ પર ઉભા રહી ખેડૂતોએ દેખાવો કર્યા હતાં. ચણાની ખરીદી ખેડૂતો પાસેથી નિયમાનુસાર કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્ર સંચાલકના નામના હાય-હાય પોકારવામાં   આવ્યા હતા.

ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે કેન્દ્ર સંચાલકે અનેક વેપારીઓ સાથે મિલીભગત આચારી, બુધ્ધી પૂર્વક કાયદાની રૃએ છટકબારી મળી શકે તે રીતે ખેડૂતોના ૭/૧ર – ૮/અના દાખલાઓ મેળવી લઈ ચણાની ખરીદી મોટે ભાગે વેપારીઓ પાસેથી કરી છે. તગડો નફો મેળવ્યો છે.

માર્કેટીંગ યાર્ડ દ્વારા ફાળવવામાં આવેલ શેડમાં આશરે એક હજારથી વધુ ગુણી જેટલા ચણા ખેડૂતોએ વેચવા માટે લાવ્યા હોઈ, તે પડયા રહ્યા છે. ખેડૂતોની માગણી છે કે કેન્દ્ર સંચાલક દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને ગુજકોમાશોલ દ્વારા દાખવવામાં આવેલ બેદરકારી બાબતે ન્યાયતંત્રની ઉચ્ચ એજન્સિઓ તપાસ કરે. એક હજાર જેટલા ખેડૂતોના ટેકાના ભાવે ચણા ખરીદવાના બાકી હોય તે ખરીદવા તાત્કાલીક કેન્દ્ર શરૃ   કરવામાં આવે.

ખેડૂતોની સાથે ન ભાજપ કે ન કોંગ્રેસ

ચણાની ટેકાના ભાવે ખરીદી તળાજા માર્કેટીંગ યાર્ડમાં માત્ર પાંચેક દિવસ ચાલી. તેમાં ખેડૂતોના આરોપ પ્રમાણે મોટાભાગના વેપારીઓના ચણા જ ખરીદવામાં આવ્યા, ગાડીઓ ભરાઈ. હવે ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતોએ મંગળવારે ઉગ્ર વિરોધ કરવામાં આવશેની ચેતવણી આપી હતી. પાંખી હાજરીમાં ખેડૂતો એકઠા પણ થયા હતા. પરંતુ ખેડૂતોની વેદના સાંભળવા, પ્રશ્નોને વાંચા આપવા ભાજપ કે કોંગ્રેસ પાર્ટીના એક પણ નેતા જોવા મળ્યા ન હતા.