સરકારમાં ના ચાલ્યું તો DPS ઈસ્ટ હવે માન્યતા માટે હાઈકોર્ટ પહોંચી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સરકારમાં ના ચાલ્યું તો DPS ઈસ્ટ હવે માન્યતા માટે હાઈકોર્ટ પહોંચી

સરકારમાં ના ચાલ્યું તો DPS ઈસ્ટ હવે માન્યતા માટે હાઈકોર્ટ પહોંચી

 | 12:52 am IST
  • Share

કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ડીપીએસ ઈસ્ટના સંચાલક)એ બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, ‘તેમણે નવી પ્રાથમિક શાળા શરૃ કરવા માટે સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે મંજૂરી માગેલી, પરંતુ તે નકારાઈ છે. શાળા સરકારી અધિકારીના હુકમ મુજબ તમામ શરતોનું પાલન કરે છે. પ્રાથમિક શિક્ષણ વિભાગનો આ હુકમ અયોગ્ય છે.’

ડીપીએસ ઈસ્ટના સંચાલકોએ થોડા સમય પહેલાં નવી પ્રાથમિક શાળા (ધો. ૧થી ૮) શરૃ કરવા કરેલી અરજી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઈઓ)એ  ફગાવી હતી. જેથી સંચાલકોએ પ્રાથમિક શિક્ષણ વિભાગના ડિરેક્ટર સામે અપીલ કરેલી તે પણ ફગાવાઈ હતી. પ્રાથમિક શિક્ષણ વિભાગના ડિરેક્ટરે તેના હુકમમાં કહેલું છે કે, કાયદા અંતર્ગત આ શાળાની અપીલને ફગાવાય છે. શાળા પર આક્ષેપ છે કે, તેણે સરકારના હુકમનું પાલન કર્યુ નથી. શાળા ચલાવવા માટે માત્ર માર્ચ-૨૦૨૧ સુધી જ મંજૂરી હતી, તો પણ શાળા ચાલુ રખાઈ હતી. જુલાઈ-૨૦૨૧માં ડીપીઈઓએ શાળા સંચાલકોને નોટિસ આપીને શાળા બંધ કરવા કહેલું. ડ્ઢઁઈર્ંએ શાળાને રૃ. ૧ લાખનો દંડ ફટકારેલો અને હુકમ કરેલો કે, જો શાળા ચાલુ રખાશે તો દરરોજના રૃ. ૧૦ હજારનો દંડ કરાશે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં ડીપીઈઓએ ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો