સરકારી નોકરીમાં અનામતનું યોગ્ય રીતે ઔપાલન નહી થતા ઔહાઇકોર્ટમાં પિટિશન - Sandesh
  • Home
  • Ahmedabad
  • સરકારી નોકરીમાં અનામતનું યોગ્ય રીતે ઔપાલન નહી થતા ઔહાઇકોર્ટમાં પિટિશન

સરકારી નોકરીમાં અનામતનું યોગ્ય રીતે ઔપાલન નહી થતા ઔહાઇકોર્ટમાં પિટિશન

 | 4:03 am IST

અમદાવાદ  :

રાજયભરમાં સરકારી નોકરીમાં અનામતનું પાલન નહી થવા મામલે હાઇકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. એસઆરપીએફમાં હથિયારધારી હેડ કોન્સ્ટેબલે કરેલી પીટીશનમાં એવી રજુઆત કરી છે કે જૂનનાં છેલ્લા સપ્તાહમાં આર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઇન્સપેકટરથી લઇને પ્લાટુન કમાન્ડર સુધીના પોલીસના પ્રમોશન માટે પરીક્ષા લીધી હતી.

અરજદાર દાદુભાઇ ચાવડા તરફથી પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ એવી રજુઆત કરી હતી કે, એસઆરપીએફના સર્વિસ રૂલ મુજબ આર્મર્ડ આસિસસ્ટન્ટ સબ ઇન્સપેકટરઔ( સેકશન કમાન્ડર)ન પ્રમોશન માટેની પરીક્ષા માટે  બે વર્ષનો અનુભવ હોવો જોઇએ. સરકાર દ્વારા રોસ્ટર રજીસ્ટર ઔમેઇનટેઇન થતો નથી. જે ઉમેદવારો અનામત કેટેગરીના છે તેમને તેમની જોઇનિંગ ડેટ અને સિનિયોરીટીને પ્રમોશન મળ્યુ હતુ. આ પીટીશનમાં કાયદેસર રીતે તૈયાર થેયલા રોસ્ટર રજીસ્ટર મુજબ પ્રમોશન કરવા દાદ માગવામાં આવી છે. ગાંધીનગર આર્મ યુનિટસના એડીશનલ ડીરેકટર જનરલ ઓફ પોલિસે ૧૫મી જૂને પ્રમોશનની કમિટિની રચના કરી હતી. અરજદારના બેચમેટ જે એસટી એસસી અનામત કેટેગરીમાં આવતા હતા તેમનો અનુભવ અરજદાર કરતા ઘણો જ ઓછો હોવા છતા તેમને પ્રમોશન મળ્યુ હતુ. જયારે અરજદારને પ્રમોશન નહોતું મળ્યુ. સરકારની આ નીતિથી જનરલ કેટેગરીના ઉમેદવારો વધુ અનુભવી હોવા છતા પ્રમોશનથી વંચિત રહ્યા હતા.એસઆરપીએફમાં કુલ ૨૫ ટકા એસટી કેટેગરીના આર્મર્ડ એએસઆઇની ભરતી કરવામાં આવી હતી. જે મંજૂર કરેલી જગ્યા કરતા પણ વધુ હતી. આ રીતે સરકાર નોકરીમાં પ્રમોશનની નીતિ પણ અયોગ્ય છે. તેને એકસરખી નીતિથી ભરતી કરવા દાદ માગી છે.આ અંગેની સુનાવણી ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. ખંડપીઠે સરકારને નોટિસ પાઠવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન