સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયાની કૉમેન્ટ થતાં ખળભળાટ - Sandesh
  • Home
  • Newspaper
  • સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયાની કૉમેન્ટ થતાં ખળભળાટ

સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયાની કૉમેન્ટ થતાં ખળભળાટ

 | 3:13 am IST

લીમખેડા તાલુકામાં સોશિયલ મીડિયા ગ્રૂપમાં વિવાદ

ગરીબને મળતા લાભોનો વિરોધ કરતા મતદારોમાં ભારે નારાજગી

ા લીમખેડા ા

ભાજપા લીમખેડા મંડળના વોટ્સેપ ગ્રુપમાં વ્યક્તિગત શૌચાલયની સહાયની યોજનામાં અને આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચર્યું હોવાનું લખાણ ગ્રુપમાં પોસ્ટ કરતા ગરીબ લાભાર્થીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. જેમાં આજે નવો મઘ પૂડો છંછેડાયાં વિવાદ ડો સર્જાયા છે

ભાજપા લીમખેડા મંડળ નામના વોટ્સેપ ગ્રુપમાં ચીલાકોટા બેઠકના જિલ્લા પંચાયતના મહિલા સભ્ય શારદાબેન બારીયાના પતિ તેરસીંગભાઈ બારીયા અને ભૂતકાળમાં તલાટી કમ મંત્રી તરીકે ફ્રજ બજાવી નિવૃત થયેલા કર્મચારી દ્વારા સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતી યોજનાઓની ભારોભાર ટીકા કરી હતી. પીએમ આવાસ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની શૌચાલય જેવી વિવિધ યોજનાઓમાં મળતી સહાયની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો અરબો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવતા ગ્રુપમાં સામેલ તમામ સભ્યો તથા ભાજપના ધારાસભ્ય સહિતના સિનિયર નેતાઓ સરકારની યોજનાઓની ટીકા કરતી પોસ્ટ વાંચીને સ્તબ્ધ થઇ ગયા હતા. ગ્રુપમાં શેર કરેલી પોસ્ટમાં જણાવ્યા મુજબ સરકારે મફ્તમાં શૌચાલય મળ્યો આ બધી સરકારી યોજનાની દરેક ગામોમાં તપાસ કરવામાં આવે તો શૌચાલય નો ઉપયોગ કરવામાં આવતો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;