સરકાર અધ્યાદેશ લાવે તે માટે દબાણ કરાશેધર્મસભામાં સંતો ઉપસ્થિત રહી સાંસદને આવેદન અપાશે - Sandesh
  • Home
  • Baroda
  •  સરકાર અધ્યાદેશ લાવે તે માટે દબાણ કરાશેધર્મસભામાં સંતો ઉપસ્થિત રહી સાંસદને આવેદન અપાશે

 સરકાર અધ્યાદેશ લાવે તે માટે દબાણ કરાશેધર્મસભામાં સંતો ઉપસ્થિત રહી સાંસદને આવેદન અપાશે

 | 3:53 am IST

રામમંદિર બને તે માટે આજે ગોધરામાં ધર્મસભા યોજાશે

। ગોધરા ।

સરકાર દ્વારા અયોધ્યા ખાતે શ્રીરામ લલ્લાનું ભવ્ય મંદીર બનાવવા માટે અધ્યાદેશ લવાય તે માટે આજરોજ ગોધરા ખાતે બપોરે ૧ વાગે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતો ઉપસ્થિત રહીને

ભગવાન શ્રીરામ લલ્લાનું ભવ્ય મંદીર અયોધ્યા ખાતે બને તે હેતુસર ગોધરાના ન્યુઇરા હાઉસ્કૂલના મેદાનમાં તા. ૯મીને બપોરે ૧ વાગે વિરાટ ધર્મસભાનું આયોજન કરાયું છે.

જેમાં પંચમહાલ લોકસભા ક્ષેત્રમાંથી તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં રામભક્તો આવીને ભગવાન રામનો જયઘોષ કરી રામમંદીર – રામજન્મભૂમિ અયોધ્યા ખાતે બનાવવા વર્તમાન સરકાર અધ્યાદેશ લાવે તે માટે સરકાર ઉપર દબાણ ઊભુ કરવામાં આવશે.

કરોડો હિન્દુઓના આરાધ્ય એવા ભગવાનશ્રી રામલલ્લાના મંદિરના ભવ્ય નિર્માણ માટે હવે હિન્દુઓ રાહ જોવાના મૂડમાં નથી.

આ વિરાટ ધર્મસભામાં પ.પૂ. રામશરણદાસજી મહારાજ, પ.પૂ. ઇન્દ્રજીત મહારાજ, પ.પૂ. દયાનંદ સાહેબ જૈનમુનિ સુરસાગર મહારાજ વગેરે સંતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે તેમજ વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના મંત્રી નીરલભાઇ પટેલ મુખ્ય વક્તા તરીકે રામભક્તોને સંબોધશે. સંતો મહંતો રામમંદીર માટે પોતાના આક્રમક વિચારો રજુ કરશે. કાર્યક્રમના અંતીમ ચરણમાં સંતો દ્વારા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને આવેદનપત્ર આપવામાં આવશે.  આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે.

;