સર્વેની ટીમ નક્કી થઈ ગઈ, એક-બે દિવસમાં કામગીરી શરૂ : મુખ્યમંત્રી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સર્વેની ટીમ નક્કી થઈ ગઈ, એક-બે દિવસમાં કામગીરી શરૂ : મુખ્યમંત્રી

સર્વેની ટીમ નક્કી થઈ ગઈ, એક-બે દિવસમાં કામગીરી શરૂ : મુખ્યમંત્રી

 | 2:00 am IST
  • Share

સૌરાષ્ટ્રમાં મેઘપ્રલયથી પ્રભાવિત જામનગર અને રાજકોટમાં  અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  સાંત્વના દર્શાવતા કહ્યુ હતુ કે એક પણ અસરગ્રસ્ત સહાયથી  વંચિત નહી રહે. તેમણે ઉમેર્યુ હતુ કે, સર્વેની ટીમ નક્કી થઈ ગઈ છે, એક-બે દિવસમાં કામગીરી શરૃ કરી દેવામાં આવશે. સર્વે ટીમ પશુધન, ઘરવખરી સહિતની નુકશાનીનો સર્વે કરશે. જે ખેતરોનું ધોવણ થયુ છે તેનો સરવે કરી સરકાર મદદ કરશે. તેમણે ભારે વરસાદથી અસર પામેલા વિસ્તારની મુલાકાત લઈ  અસરગ્રસ્તો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા  નુકશાનની વિગતો સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી  હતી. મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર  તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે, જન પ્રતિનિધિઓ  જનતાની પડખે ઊભા છે. કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય  અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર  પ્રયત્નશીલ રહેશે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટમાં ૩,૩૦૬ અને જામનગરમાં ૪,૭૬૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ જેમાથી મોટાભાગના લોકોને ઘરે પરત મોકલી દેવાયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન