સર્વ પાપહર, ભુક્તિ મુક્તિ પ્રદાયક, અશ્વમેધ યજ્ઞાસમાન ફળ પ્રદાન કરનારી પરિવર્તિની એકાદશી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • સર્વ પાપહર, ભુક્તિ મુક્તિ પ્રદાયક, અશ્વમેધ યજ્ઞાસમાન ફળ પ્રદાન કરનારી પરિવર્તિની એકાદશી

સર્વ પાપહર, ભુક્તિ મુક્તિ પ્રદાયક, અશ્વમેધ યજ્ઞાસમાન ફળ પ્રદાન કરનારી પરિવર્તિની એકાદશી

 | 12:30 am IST
  • Share

ભાદરવા સુદ એકાદશી એટલે પરિર્વિતની એકાદશી. આ એકાદશી વામન એકાદશી તરીકે પણ ઓળખાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમજ વિષ્ણુ મંદિરોમાં આ એકાદશી જળઝીલણી એકાદશી તરીકે પણ પ્રચલિત છે.

ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને આ વ્રતનાં પૂજાવિધાન જણાવે છે :

જે ભક્ત પ્રભુ શ્રીમન્ન્ નારાયણમાં જ લીન થઈને આ એકાદશીએ શ્રીહરિના વામન અવતારની પૂજા આરાધના કરે છે તેણે ત્રિલોકની પૂજા આરાધના કર્યા બરાબર ફળ મળે છે. આ પૂજા વિધાન કરનાર વ્યક્તિ અંતમાં હરિ વિષ્ણુના સામિપ્યમાં જાય છે. એકાદશી વ્રત કરનારે વામન ભગવાનને કમળ અર્પણ કરીને પૂજાવિધિ કરવી. કમળ અર્પણ કરવાથી બ્રહ્મા-વિષ્ણુ તથા મહેશ (ત્રિદેવ)ની પૂજા કર્યા બરાબર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્ષીરસાગરમાં શ્રીહરિ વિષ્ણુ યોગનિદ્રામાં પોઢેલા હોય છે. ભગવાને આ પવિત્ર દિવસે પોતાના શરીરનું અંગ ફેરવ્યું હતું એટલે કે પડખું ફેરવ્યું હતું, ભગવાને પોતાના શરીરને પરિર્વિતત કર્યું તેથી ભાદરવા સુદ એકાદશીને પરિર્વિતની એકાદશી કહેવાય છે અને આ એકાદશીની પૌરાણિક કથા વામન ભગવાન સાથે સંકળાયેલી છે તેથી તેને વામન એકાદશી પણ કહેવાય છે. ભગવાનના વામન અવતારની કથાથી આપણે સહુ પરિચિત છીએ.

એકાદશી વ્રતની પૂજાવિધિ તથા અનુષ્ઠાન

ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને હરિના વામન અવતારની પૂજા વિધિ કરવા જણાવ્યું તે આદેશ મુજબ જોઈએ તો સાધકે આ દિવસે ઉપવાસ કરવો. ઉપવાસ ન કરી શકે તો ફળાહાર કરી શકાય. અન્ન તથા ચોખાનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનું વિધાન છે.

પ્રાતઃકાળે ઊઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી હરિ વિષ્ણુ ભગવાનની તથા લક્ષ્મી નારાયણ ભગવાનની ર્મૂિતની પંચોપચાર તથા ષોડ્શોપચારથી પૂજાવિધિ કરવી. ત્યારબાદ વસ્ત્ર-શૃંગાર આદિ પરિધાન કરાવી પુષ્પ તથા ખાસ કમળ અર્પણ કરવું. ઋતુફળ, પ્રસાદ તથા પુષ્પાંજલી અર્પણ કરવી. આરતી, ધ્યાન તથા પ્રાર્થના, સ્તુતિ કરીને પૂજા વિરામ આપવો. દિવસ દરમિયાન ઁ નમઃ ભગવતે વાસુદેવાય તથા વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા. એકાદશી માહાત્મ્યની કથા સાંભળવી ને તેનું શ્રવણ-મનન કરવું. શરીરની શક્તિ મુજબ ઉપવાસ કે ફળાહાર કરવો અને રાત્રિ જાગરણ કરવું. જાગરણ દરમિયાન મંત્રજાપ અવશ્ય કરવાથી પ્રભુ અતિ પ્રસન્ન થાય છે.

પરિર્વિતની એકાદશીનાં દાન તથા ફળ

ખાસ કરીને આ દિવસે ચાંદી, દહીં અને ચોખાનું દાન અવશ્ય કરવું. વિશેષમાં ઋતુફળ તથા વસ્ત્ર-અન્ન પણ બ્રાહ્મણ આચાર્યને દાન આપી શકાય.

શાસ્ત્રના માહાત્મ્ય મુજબ (સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર) આ એકાદશી વ્રત સર્વ પાપ હરનારું તથા ભુક્તિ-મુક્તિ દાયક છે. આ એકાદશી વ્રત કરનાર સ્વર્ગલોક પામી, ચંદ્રના સમાન તેજસ્વી બને છે. આવો મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને અશ્વમેધ યજ્ઞાના ફળસમાન ફળ પ્રાપ્ત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન