સલમાન ખાન પહેલા 'સુલ્તાન' કોને ઓફર થઈ હતી, જાણો છો તમે? - Sandesh
  • Home
  • Entertainment
  • સલમાન ખાન પહેલા ‘સુલ્તાન’ કોને ઓફર થઈ હતી, જાણો છો તમે?

સલમાન ખાન પહેલા ‘સુલ્તાન’ કોને ઓફર થઈ હતી, જાણો છો તમે?

 | 6:14 pm IST

બોલિવુડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ સુલ્તાન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને કમાણીના રેકોર્ડસ તોડી રહી છે. સલમાને આ ફિલ્મમાં રેસલર સુલ્તાન અલીની ભૂમિકા ભજવી હતી. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ રોલ સલમાન પહેલા અર્જુન કપૂરને ઓફર કરવામાં આવ્યો હતો.

માહિતી પ્રમાણે ફિલ્મ સુલ્તાન માટે સલમાન ખાન અબ્બાસ ઝફરની પહેલી પસંદ ન હતી. આ ફિલ્મ સલમાન પહેલા અર્જુન કપૂરને ઓફર કરવામાં આવી હતી ત્યારે તેણે આ ફિલ્મ સ્વીકારી ન હતી. અલી અબ્બાસ જફર જ્યારે ફિલ્મ ‘ગુંડે’ બનાવી રહ્યો હતો ત્યારે ‘સુલ્તાન’ની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યો હતો. ગુંડેમાં અર્જુનના અભિનયને જોઈ અલી તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. જ્યારે આ ફિલ્મની કથા અર્જુને સાંભળી તો તેને ફિલ્મ રસપ્રદ ન લાગી અને રેસલરના પાત્રમાં કોઈ દમ ન લાગ્યો.

ત્યારબાદ અલીએ આ ફિલ્મ સલમાન ખાનને ઓફર કરી. સલમાનને ‘સુલ્તાન’ની સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી અને તેમણે તરત જ ફિલ્મ કરવાનું નક્કી કરી લીધું.  આખરે સુલ્તાનની સફળતા જોઈને અર્જુન કપૂરને કેવો અનુભવ થતો હશે તે તમે સમજી ગયા હશો.