સલાઉદ્દીન, શાહનવાઝ અને મોહંમદ મન્સુરીનું સીમી સાથે કનેક્શન છતું થયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સલાઉદ્દીન, શાહનવાઝ અને મોહંમદ મન્સુરીનું સીમી સાથે કનેક્શન છતું થયું

સલાઉદ્દીન, શાહનવાઝ અને મોહંમદ મન્સુરીનું સીમી સાથે કનેક્શન છતું થયું

 | 2:54 am IST

વડોદરા   

દેશના જુદાજુદા રાજયોમાં ધર્માંતરણ પ્રવૃત્તીને વેગ આપવા, ઝ્રછછ અને ગ્દઇઝ્રનો વિરોધ કરવા તથા મસ્જિદો બનાવવા માટે વિદેશથી આવતાં કરોડો રૂપિયાના ફંડને વડોદરાથી ડાયવર્ડ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ ક્રાઈમ બ્રાંચે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ, યુપીના મૌલાના ઉમર ગૌતમ સહિતના આરોપીઓ વિરુદ્વ ગુનો દાખલ કર્યો હતો. હવાલાકાંડની તપાસ કરવા રચવામાં આવેલી જીૈં્ની તપાસમાં સલાઉદ્દીન શેખની સાથે તેના મળતિયા મોહંમદ મન્સુરી તથા હેલ્પીંગ હેન્ડ સંસ્થાના શાહનવાઝ પઠાણનું સીમી સાથેનું કનેક્શન બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રધાર સલાઉદ્દીન શેખને વડોદરા લાવ્યા બાદ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થાય, તેવી શક્યતા છે.  

યુપીમાં મુકબધીર બાળકોનું ધર્માતરણ કરવાના રેકેટનો યુપી એટીએસએ પર્દાફાશ કર્યો હતો. એટીએસની તપાસમાં યુપી ઉપરાંત જુદાજુદા રાજ્યોમાં ધર્મ પરિવર્તનની ગેરકાયદે પ્રવૃતિને વેગ આપવા વડોદરામાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતા સલાઉદ્દીન શેખ દ્વારા કરોડો રૂપિયાનું ફંડીગ આપવામાં આવે છે, તેવી હકિકત સપાટી પર આવી હતી. જે બાદ યુપી એટીએસ સલાઉદ્દીન (રહે, ફતેગંજ)ને વડોદરા આવી ઉઠાવ્ાી હતી.  

ત્યારબાદ પોલીસ કમિશનર ડૉ. શમશેરસીંઘના આદેશથી એસઓજીએ પણ હવાલાકાંડની તપાસ શરૂ કરી હતી. જેમાં સલાઉદ્દીને કરોડો રૂપિયાનું વિદેશી ફંડ ટ્રાન્સફર કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

મામલે ક્રાઈમ બ્રાંચમાં સલાઉદ્દીન શેખ, ધર્માતરણનું રેકેટ ચલાવતાં યુપીના મૌલાના ઉમર ગૌતમ સહિતના મળતિયાઓ વિરુદ્વ ગુનો નોંધાયો હતો. કેસની તપાસ કરવા પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;