સવારથી CM ૫દ માટે ભલભલાનાં નામ ચાલતાં હતાં, હું એકલો રહી ગયો નથી : નીતિન પટેલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સવારથી CM ૫દ માટે ભલભલાનાં નામ ચાલતાં હતાં, હું એકલો રહી ગયો નથી : નીતિન પટેલ

સવારથી CM ૫દ માટે ભલભલાનાં નામ ચાલતાં હતાં, હું એકલો રહી ગયો નથી : નીતિન પટેલ

 | 4:20 am IST
  • Share

બપોરે નવા મુખ્યમંત્રીની જાહેરાત બાદ નાયબ મુખ્યમંત્રીએ મહેસાણામાં સાંજે વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી ટીવીમાં મારું એકલાનું નહિ, ભલભલાના નામો ટીવીમાં ચાલતા હતા. એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું. હું અસ્સલ મહેસાણાનો છું. હું કોઈ લાભ લાલચથી ખેંચતો નથી. પક્ષ જે કામ સોંપે એ કરવાની મારી જવાબદારી છે. હું જ્યાં સુધી જનતાના મગજમાં છું ત્યાં સુધી કોઈ મને કાઢી નહિ શકે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ભલભલા જતા રહેશે. હું જ્યાં સુધી જનતાના મગજમાં છું કોઈ મને કાઢી નથી શકવાનું. હું ભૂતકાળમાં વિરોધ પક્ષમાં રહેલો છું. આજે મારું જે સ્થાન છે એ કડી અને મહેસાણાની જનતા તેમજ બીજેપીને આભારી છે. આ સરકાર એવી નથી કે બોલીને ફ્રી જાય. મને પક્ષમાં ઘણી તકલીફ્ પડી છે. ભૂતકાળમાં મેં બહુ સહન કર્યું છે. કમસેકમ નીતિન પટેલ બોલીને ફ્રી જાય એમ નથી. આજના દિવસે બધાને જાતજાતના પ્રશ્ન થઈ રહ્યા હતા. જોકે નવા મુખ્યમંત્રી માટે મેં પોતે દરખાસ્ત મૂકી હતી. નવા મુખ્યમંત્રી આપણા જ છે અને આપણા સાથી જ છે. આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભૂપેન્દ્રભાઈ મારી ઓફ્સિે આવે છે.

નાયબ મુખ્યમંત્રીના હસ્તે રવિવારે સાંજે મહેસાણા ખાતે ૬૫ કરોડના ખર્ચે નવર્નિિમત કમળપથ રોડના લોકર્પણ, સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે પ્રતિ લિટર ૧,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતા નવીન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ તથા પશુ પાલન કચેરીના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો