સસ્પેન્સ : મંત્રીમંડળમાં ભાવ.'પૂર્વ'નું પુનરાવર્તન કે 'પિૃમ'ને પ્રાધાન્ય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • સસ્પેન્સ : મંત્રીમંડળમાં ભાવ.’પૂર્વ’નું પુનરાવર્તન કે ‘પિૃમ’ને પ્રાધાન્ય

સસ્પેન્સ : મંત્રીમંડળમાં ભાવ.’પૂર્વ’નું પુનરાવર્તન કે ‘પિૃમ’ને પ્રાધાન્ય

 | 4:18 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા બાદ સંભવિતઃ નવા ચહેરાઓ સાથેના મંત્રીમંડળમાં ભાવનગરના બે મંત્રીને પડતાં મુકી તેમના સ્થાને નવા ચહેરાને સ્થાન આપવાની શરૃ થયેલી અટકળોને લઈ ભાવનગર શહેર અને જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે. નવા મંત્રીમંડળમાં ભાવનગર પૂર્વના સ્થાને પિૃમના ધારાસભ્યના સમાવેશની અટકળો બળવત્તર બની છે. જો કે, હાલ તો બન્ને ધારાસભ્યો મંત્રીમંડળમાં સ્થાન માટે એડીચોટીનું જોર લગાવતાં હોવાનું જાણવા મળેલ છે. જો કે, આ સાથે પૂર્વ મંત્રી સોલંકીના મંત્રીમંડળમાં સમાવેશને લઈ સસ્પેન્સ યથાવત રહ્યું છે.

રાજયના નવા મંત્રીમંડળમાં નો-રિપિટ થિયરી અનુસાર તમામ જુના મંત્રીઓને કાપવાની ચર્ચાછે. જો કે, નવા મંત્રીમંડળની શપથવિધિ હાલ પુરતી સ્થિગત રહી છે. પણ નવા મંત્રીમંડળમાં હાલના મંત્રીઓને પડતાં મુકવાની ચર્ચાને લઈ ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિભાવરી દવે રાજયના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. તેમને અન્ય મંત્રીઓની સાથે નવા મંત્રીમંડળમાં રિપિટ ન કરવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, આ ચર્ચા વચ્ચે તેમના મંત્રી પદને લઈ સ્થાનિક કક્ષાએ મિશ્ર પ્રતિસાદો મળી રહ્યા છે. જો કે,ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દવે નવા મંત્રીમંડળમાં પોતાનું સ્થાન યથાવત રાખવા લોબિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જો કે, સામાપક્ષે તેમના સ્થાને પિૃમના ધારસભ્ય જીતુ વાઘાણીને નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી અટકળો મજબૂત મનાય રહી છે. જો કે, ધારાસભ્ય વાઘાણી મંત્રીમંડળમાં સ્થાન મેળવવા સાથે કેબિનેટ પોર્ટફોલિયો મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું તેમના નજીકના વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.જયારે, પાટિદાર ફેકટરને જોતાં જિલ્લામાંથી ચહેરાની પસંદગી કરવામાં આવે તો વાઘાણીના સ્થાને ગારિયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણીને પણ મંત્રી પદ મળવાની શક્યતા છે. જો કે, જિલ્લામાંથી જ બે મંત્રીપદનું રાજકીય ગણિત બંધબેસતું ન હોવાથી આ મુદે પણ ભારે મુંઝવણ સર્જાઈ છે.

તો,આ તમામ ચર્ચા અને અટકળો વચ્ચે શહેરભરમાં સવારથી જ ભાવનગર શહેરમાંથી નવા મંત્રી કોણ? તેને લઈ ભારે ચર્ચા શરૃ થઈ છે. એટલું જ નહીં, મંત્રીમંડળની શપથવિધિની જાહેરાત અને બાદમાં તેને એકાકએક સ્થગિત કરવાના નિર્ણયને લઈ શહેરની બે વિધાનસભા બેઠકમાંથી કયા ધારાસભ્યને મંત્રી બનાવાશે? તેને લઈ ખુદ રાજકીય પંડિતો અને ભાજપનું સ્થાનિક મોવડી મંડળ અસમંજસતા અનુભવી રહ્યું છે. જો કે, ભાવનગરના અન્ય એક પૂર્વ મંત્રી પરશોતમ સોંલકીને મંત્રી પદ આપવાની ચર્ચા અંગે સસ્પેન્સ યશાવત રહ્યું છે.

એક મંત્રી પદ આપી શાનમાં સમજાવી દેવાશે?

ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરશોતમ સોંલકીને પણ નવા મંત્રીમંડળમાં પડતા મુકવાની ચર્ચા છે. પરંતુ, ભાવનગરથી લઈ દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેમનું જ્ઞાાતિ સમીકરણની દ્રષ્ટીએ ભારે પ્રભુત્વ હોવાથી મંત્રીમંડળમાંથી તેમની બાદબાકી થવાની શક્યતાઓ નહીવત મનાય છે. તેમ છતાં તેમના વિકલ્પ રૃપે મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણાને તક આપવામાં આવે તેવી ચર્ચા છે. જો કે, ભાવનગરમાંથી કોળી સહિત ઓબીસી જ્ઞાાતિને ભાજપે ઘણાં હોદા આપ્યા હોય સંભવતઃ શહેર અને જિલ્લામાંથી એક કેબીનેટ દરજ્જાનું મંત્રી પદ આપી સંગઠન સ્થાનિક નેતાઓને શાનમાં સમજાવી દે તેવી પણ ચર્ચાઓ પણ બળવત્તર બની છે.

બોટાદમાં શું થશે? બન્ને ધારાસભ્ય મંત્રી પદે રહી ચૂક્યા છે

રાજ્યના નવા મંત્રીમંડળમાં તત્કાલિન મંત્રીમંડળમાં નો-રિપિટ થિયરી સાથે અગાઉ એકપણ વખત મંત્રી રહી ચૂક્યા હશે તેમને પણ તક આપવામાં નહીં આવે તેવી ખુદ સંગઠન અને સરકાર કક્ષાએથી વહેતી થયેલી ચર્ચાને લઈ બોટાદમાં અસમંજસતાભરી સ્થિતિ સર્જાઈ છે. બોટાદની બન્ને વિધાનસભા બેઠકના ધારાસભ્યો મંત્રી રહી ચૂક્યા છે. તો તેમને સ્થાન મળશે કે કેમ? તે મુદે હાલ બોટાદમાં રાજકારણ ગરમાયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;