સાંખડાસર પાસે ઝાડ સાથે ટ્રક ભટકાતાં બે ગંભીર - Sandesh
  • Home
  • Bhavnagar
  • સાંખડાસર પાસે ઝાડ સાથે ટ્રક ભટકાતાં બે ગંભીર

સાંખડાસર પાસે ઝાડ સાથે ટ્રક ભટકાતાં બે ગંભીર

 | 12:11 am IST

(સંદેશ બ્યૂરો) તળાજા, તા.ર૦

તળાજા શહેરથી મહુવા તરફ ડુંગળીનો માલ ભરીને જતી ટ્રક સાંખડાસર ગામે પહોંચતાં ઝાડ સાથે ભટકાતાં ટ્રકમાં મુસાફરી કરતાં બે વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે પ્રથમ તળાજા બાદ હાલત વધુ નાજૂક જણાતાં બન્નેને ભાવનગર દવાખાને રિફર કરાયા હતા. જો કે, આ લખાય છે ત્યારે રાત્રિના ૧૧ કલાકે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

પ્રાપ્ત વિગત મુજબ તળાજા શહેરથી ડુંગળીનો માલ ભરીને ટ્રક મહુવા તરફ જવા નીકળી હતી. દરમિયાનમાં ટ્રક સાંખડાસર નજીક પહોંચતાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ઝાડ સાથે ધડાકાભેર ટ્રક ભટકાતાં તેમાં મુસાફરી કરતાં ભરતભાઈ કાળુભાઈ કોટડિયા (રહે.કોવાયા, તા.જાફરાબાદ) તથા મહુવાના મહેબુબશા અનવરશા ફકીરને લોહિયાળ ઈજા થતાં બન્નેને પ્રથમ તળાજા રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ભાવનગર દવાખાને રિફર કરવામાં આવ્યાં હતા. ટ્રક મુકી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ લખાય છે ત્યારે મોડીરાત્રિના ૧૧ કલાક દરમિયાન કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.