સાંધાણી બિલ્ડર ગ્રૂપનો સામાન સાચવતા કર્મચારીની ભેદી હત્યા - Sandesh
  • Home
  • Baroda
  • સાંધાણી બિલ્ડર ગ્રૂપનો સામાન સાચવતા કર્મચારીની ભેદી હત્યા

સાંધાણી બિલ્ડર ગ્રૂપનો સામાન સાચવતા કર્મચારીની ભેદી હત્યા

 | 3:49 am IST

નવાયાર્ડ મેમુ લોકો શેડ પાસે ખાનગી સિક્યુરિટી કર્મચારીની હત્યા કરાઈ ઘટના સ્થળ નજીકથી મળી આવેલી છરીથી હત્યા કરી હોવાનું અનુમાન

ા વડોદરા ા

નવાયાર્ડ મેમુ લોકો શેડ વિસ્તારમાંથી આજે સવારે હત્યા કરી ફેંકી દેવાયેલો ગુજરાત લાયન્સ સિકયુરિટી ર્સિવસમાં કામ કરતા સિકયુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હત્યાનું રહસ્ય હજી અકબંધ છે. રેલવે પોલીસે હત્યાનાં અંકોડા મેળવવા માટે તપાસ હાથ ધરી છે.

હત્યાના આ બનાવ અંગે સાથી સિકયુરિટી ગાર્ડે રેલવે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુકે, બે દિવસ પહેલાજ મેં ગુજરાત લાયન્સ સિકયુરિટી ર્સિવસમાં સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી જોઇન્ટ કરી છે.સિકયુરિટી ર્સિવસના સંચાલક શ્વેતલકુમાર વજુભાઇ સરવૈયાએ સાંઘાણી બિલ્ડર ગ્રુપ પાસેની સિકયુરિટીનો કોન્ટ્રાકટ રાખ્યો છે. રેલવેમાં કન્સ્ટ્રકશન સાઇટો પરનો માલ સામાન સાચવવાની અમે ફરજ બજાવીએ છીએ .મેમુ લોકો શેડ પાસે પડેલા લોખંડના સળિયા અને સિમેન્ટ સાચવવા માટે હું અને જગજીત ફરજ બજાવીએ છે. જગજીત ઉર્ફે જગદીશ ગજરાજ ભારતીય (ઉ.વ.૫૮ )મુળ રહે અલ્હાબાદ યુપીનો છે. તા.૧૭મીના રોજ રાત્રે નોકરી પુરી કરી હું ગયો હતો અને આજે સવારે મારી નોકરી ઉપર પરત આવ્યો હતો.ત્યારે નજીકમાં આવેલી સુપરવાઇઝરની ઓફિસમાં ગયો હતો. ત્યારે જગજીત હાજર ના હતો. નવી બનતી રેલવેની બિલ્ડીંગ પાછળ ગુલમહોરના ઝાડ નીચેજ જગજીત રહેતો હોવાથી હું ત્યાં ગયો હતો.ત્યાં જગજીત પડેલો હતો તેના શરીરના ભાગે ઇજાના નિશાન હતા. આ અંગે મેં કોન્ટ્રાકટરને જાણ કરી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;