સાઇબર જગતમાં મહિલા સુરક્ષા : એક બાર ફસ ગઈ તો, તુમ ફસ ગઈ, સમજ લો... - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • સાઇબર જગતમાં મહિલા સુરક્ષા : એક બાર ફસ ગઈ તો, તુમ ફસ ગઈ, સમજ લો…

સાઇબર જગતમાં મહિલા સુરક્ષા : એક બાર ફસ ગઈ તો, તુમ ફસ ગઈ, સમજ લો…

 | 5:50 am IST
  • Share

સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને સ્માર્ટફોનની વધતી જતી બોલબાલા વચ્ચે આજે સાઇબર જગતમાં મહિલાઓ મોટી સંખ્યામાં ગુનેગારોનો શિકાર બની રહી છે. તાજેતરમાં જ થયેલો એક અભ્યાસ જણાવે છે કે, પુરુષોની સરખામણીએ મહિલાઓને ગંભીર પ્રકારની સાઇબર પજવણીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટમાં સામે આવેલી વિગતો મુજબ ૫૬ ટકા મહિલાઓએ સ્વીકાર્યું હતું કે સાઇબર અપરાધીઓ તેમનો ઓનલાઈન પીછો કરે છે. ૨૫ ટકા યુવતીઓને સાઇબર અપરાધીઓ મારફત જાતીય સતામણીનો અનુભવ થયો છે. ઇન્ટરનેટનો વધતો ઉપયોગ અને મોબાઇલ ઉપકરણો દ્વારા માહિતીનો ઝડપથી પ્રસાર કેટલીક મહિલાઓને ખૂબ જ મોટા સાઇબર જોખમમાં મૂકી શકે છે. એ સ્થિતિમાં તેમના માટે સાઇબર જોખમો પર ધ્યાન આપવું વર્તમાન સમયમાં ખૂબ જ જરૃરી બની ગયું છે. આજે મહિલાઓ પરઔસાઇબર ગુંડાગીરી, અશ્લીલતા, ટ્રોલિંગ, સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ચેડાં, નકલી પ્રોફાઈલ, પોસ્ટ કે ટ્વિટર પર સંવેદનશીલ ટિપ્પણીઓ જેવી કુપ્રવૃત્તિઓનું પ્રમાણ ઘણું વધી ગયું છે. પરિણામે મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાને અસુરક્ષિત અનુભવવા લાગી છે. ત્યારે અહીં ૨૦૧૬થી ૨૦૧૯ સુધીમાં ભારતમાં મહિલાઓ સાથે ઘટેલી વિવિધ પ્રકારની સાઇબર સતામણીની ઘટનાઓનું વિશ્લેષણ કરીને આખા મામલાને સમજવા પ્રયત્ન કરીએ.  

૨૦૧૬માં ફક્ત ૫૧ ગુનાઓ નોંધાયા હતા, ઔ૨૦૧૯માં આંકડો ૨૫૦૦ પાર

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં મહિલાઓ પર થયેલા અને કાયદાના ચોપડે નોંધાયેલા સાઇબર ગુનાઓની સંખ્યા વર્ષ ૨૦૧૬માં માત્ર ૫૧ હતી. જે ૨૦૧૭માં ૮૧, ૨૦૧૮માં વધીને સીધી ૨૦૩૦ અને પછીના વર્ષે ૨૦૧૯માં ૨૫૦૦ને પાર પહોંચી ગઈ હતી. એનો એક અર્થ એવો પણ થાય કે મહિલાઓઔસાઇબર સતામણી બાબતે ખૂલીને ફરિયાદ નોંધાવતી થઈ છે. ૨૦૨૦માં ‘નેશનલ કમિશન ફેર વુમન’ને પ્રાપ્ત થયેલી ફરિયાદો પરથી સમજાય છે કે સાઇબર અપરાધીઓ મુખ્યત્વે મહિલાઓના ફોટાઓ મોર્ફ કરીને તેનો અન્યત્ર ઉપયોગ કરતા હોય છે. તેઓ મહિલાઓને ધમકાવે છે, ઈ-મેલ કરે છે કે તમારો ફોન કે લેપટોપ હેક થઈ ગયા છે અને તમારા દ્વારા થતી દરેક એક્ટિવિટી ટ્રેક થઈ રહી છે. જો તમે ઈ-મેલ્સમાં મોકલવામાં આવેલી લિંક દ્વારા અમારા એકાઉન્ટમાં પૈસા જમા નહીં કરો તો, તમારી મોર્ફ કરેલી તસવીરો તમારા પરિચિતો, સગાંસંબંધીઓ અને ઈન્ટરનેટ પર શેર કરી દેવામાં આવશે.  

૯૫ ટકા મહિલાઓ સાઈબર સતામણી સામે ઔફરિયાદ કરવા નથી માગતી

આૃર્યજનક બાબત એ સામે આવી છે કે સાઇબર સતામણીનો ભોગ બનતી હોવા છતાં મહિલાઓ આ પ્રકારના ગુનાઓ સામે ફરિયાદ નોંધાવવા માંગતી નથી. તેની પાછળ બદનામી, સમાજ અને પરિવારનો ડર હોય છે. પરિણામે સાઇબર અપરાધીઓને છૂટો દોર મળી જાય છે. સાઇબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ, રાજ્ય અને કેન્દ્ર સરકાર આ પ્રકારના અપરાધો મામલે જાગ્રતતા લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે, પરંતુ માત્ર ૫ ટકા મહિલાઓ જ ફરિયાદ નોંધાવે છે અને ૯૫ ટકા મહિલાઓ ફરિયાદ કરવા નથી માંગતી. એવામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર તમામ વયજૂથની મહિલાઓને, મહિલાઓ પર થતા સાઇબર હુમલા અંગે સાઇબર માર્ગદર્શન, સાઇબર પ્રશિક્ષણ આપવાની જરૃરિયાતો વધી ગઈ છે. હાઈસ્કૂલોમાં પણ અન્ય વિષયોની સાથે સાઇબર સતામણી અંગે રાખવામાં આવતી સાવચેતી અને પગલાં વિશે ભણાવવું રહ્યું. જેથી કિશોરવયથી જ તેમની આ બાબતે જાણકારી વધે અને તેઓ કોઈપણ પ્રકારના ભય કે માનસિક દબાણ વિના આવી પરિસ્થિતિનો સામનો કરી શકે અને જરૃર પડયે તેની સામે ફરિયાદ પણ નોંધાવી શકે.  

સાઇબર હુમલાઓથી બચવા મહિલાઓએ ઔઆટલું ધ્યાન રાખવું

અજાણી વ્યક્તિ તરફથી જો સતત ફેન આવે તો તે નંબર બ્લોક કરી દેવો, અને એ નંબર પર થતી વાતચીતને રેકોર્ડ કરી લેવી જોઈએ. 

સોશિયલ પ્લેટફેર્મ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે  તો રિસીવ ન કરવો.

સાઇબર અપરાધી તમારો ડેટા મેળવવા માટે મોંઘી વસ્તુ સસ્તા ભાવે અથવા મફ્ત આપવાની લાલચ આપી શકે છે, તો તેનાથી પણ સાવધ રહેવું.  

બિનજરૃરી એપ્લિકેશન મોબાઇલમાંથી કાઢી નાખવી ખૂબ જરૃરી છે.  

સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ‘ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન’ ઓન રાખવું. 

કોઈ અન્ય વ્યક્તિની ડિવાઇસમાંથી આપણે લોગ ઈન થયેલા હોઈએ તો, કામ પૂર્ણ થઈ ગયા પછી પૂરેપૂરું લોગઆઉટ થઈ જવું. 

તમારો ફેન કોઇ ત્રાહિત વ્યક્તિને ન આપવો, અને આપો તો ડેટા કનેક્શન બંધ રાખીને તથા બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન રેકોર્ડર ચાલુ રાખીને આપવો જોઈએ.  

અમુક સમયે જાણકાર લોકો પણ મહિલાઓની અમુક મજબૂરીનો લાભ લઈ શકે છે, તો આવા શંકાસ્પદ લોકોથી પણ સાવધાન રહેવું.                               

હાલ ઈન્ટરનેટ પર મહિલાઓ પર કેટલા ઔપ્રકારના હુમલાઓ થાય છે?

વર્તમાન સમયમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતી મહિલાઓ પર મુખ્યત્વે ચાર પ્રકારના હુમલા થાય છે. 

હુમલો નંબર ૧

ઇન્સ્ટાગ્રામ તેમજ ફ્ેસબુક પર ફ્ેક પ્રોફઈલ બનાવીને મહિલાનાં સગાં સંબંધીઓ અને મિત્રો સાથે મહિલાના નામથી જ ચર્ચા કરવી તેમજ અન્ય મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં ચર્ચા કરવી અને મહિલાઓના અશોભનીય ફેટા કોઈ અજ્ઞાાત કે ફ્ેક એકાઉન્ટમાં મૂકવા.  

હુમલો નંબર ૨

સાઇબર અપરાધી દ્વારા મહિલાના વોટ્સએપ નંબર મેળવવામાં આવે છે. એ પછી તેને સતત કોલ કરીને અથવા વીડિયો કોલ દરમિયાન એના ચહેરાનું રેર્કોિંડગ કરીને સોફ્ટવેરની મદદથી વીડિયો સાથે ચેડાં કરીને તેની પાસે અઘટિત માગણી કરવામાં આવે છે.

હુમલો નંબર ૩

મેટ્રિમોનિયલ સાઈટ પરથી તથા સામાજિક વેવિશાળ સંસ્થાઓનો સંપર્ક સાધીને મહિલાઓની માહિતી મેળવીને તેમને ફ્સાવી શારીરિક, આર્િથક શોષણ કરવામાં આવે છે.

હુમલો નંબર ૪

          રિલેશનશિપમાં મતભેદ કે બ્રેકઅપ થતા જો કોઈ પણ પ્રકારના અંગત ફેટોગ્રાફ્ પુરુષમિત્ર દ્વારા લેવામાં આવ્યા હોય કે મહિલા દ્વારા વિશ્વાસ રાખીને શેર કરવામાં આવેલા હોય, તો તે વાઇરલ કરવાની અને મહિલાને બદનામ કરવાની ધમકીઓ આપીને ફાયદો ઉઠાવવામાં આવે છે.      

 ઈન્ટરનેટ પર મહિલાઓની વ્યક્તિગત માહિતી કેવી રીતે એકઠી કરવામાં આવે છે?

આપણે ત્યાં શિક્ષિત મહિલાઓ પણ ઈન્ટરનેટ વાપરતી વખતે કેવા પ્રકારની તકેદારી રાખવી તે બાબતે બહુ જાગ્રત જોવા મળતી નથી. પરિણામે સાઇબર ગુંડાઓને મોકળું મેદાન મળી જાય છે. મહિલાઓ દ્વારા ખાસ કરીને ફેટો એડિટિંગ, સેલ્ફ્ી, ફેટોગ્રાફ્ી, કૂકિંગ, બ્યુટી પ્રોડક્ટ, વુમન મેડિકલ ટિપ્સ માટે ઘણાં સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. તેને લગતાં સોફ્ટવેર તેઓ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી શોધીને ઇન્સ્ટોલ કરતી હોય છે. સોફ્ટવેર કે એપ ઈન્સ્ટોલ થતી વખતે મોબાઇલમાં બિનજરૃરી પરવાનગી કંપની દ્વારા માંગી લેવાતી હોય છે. અમુક વાર આવી પરવાનગીઓની જરૃર પણ નથી હોતી. જેમ કે, ગેલેરી એક્સેસ, કેમેરા એક્સેસ, ફઈલ બ્રાઉઝ, લોકેશન ટ્રેક, કોન્ટેક્ટ એક્સેસ વગેરે. મોટાભાગની મહિલાઓને એ ખ્યાલ પણ નથી હોતો કે તેમની કેવી કેવી માહિતી એપ કે સોફ્ટવેર દ્વારા એકઠી કરવામાં આવી રહી છે. એટલે જ્યારે આવી પરવાનગી સામેથી જ મહિલા દ્વારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વેળાએ આપવામાં આવ્યા પછી સોફ્ટવેર બનાવનાર કંપની દ્વારા ગમે તે સમયે એપ યૂઝર્સની માહિતી ભેગી કરવામાં આવે છે. ત્યારબાદ ડેટા એનાલિસ્ટ દ્વારા આવી એકઠી થયેલી માહિતીનું એનાલિસિસ કરવામાં આવે છે. અમુક વાર એપ્લિકેશનના ઉપયોગ દરમિયાન ભેગા કરેલા ડેટાને આધારે યૂઝર્સની પસંદ, નાપસંદ પ્રમાણે એડ્સ પોપઅપ કરાવવામાં આવે છે. અમુક વાર આવી એડ્સ વિનાશ નોતરી શકે છે કેમ કે તેની સાથે મોબાઇલમાં સ્પાયવેર પણ ઈન્જેક્ટ કરવામાં આવે છે. સ્પાયવેર મહિલા યૂઝર્સને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તેના પર એપ્સ ડેવલપર અથવા પ્લે સ્ટોર, એપ્સ યૂઝરનું પણ નિયંત્રણ નથી હોતું, કારણ કે આ પ્રકારનાં સોફ્ટવેર મહિલા યૂઝર્સની માહિતીને થર્ડ પાર્ટી સર્વર તરફ લઈ જાય છે. પરિણામે પ્લે સ્ટોર કે અન્ય કોઈપણ પ્રકારના પ્રોટેક્શનનો કોઈ અર્થ રહેતો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો