સાઇબર જગત UPDATE - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • સાઇબર જગત UPDATE

સાઇબર જગત UPDATE

 | 5:44 am IST
  • Share

૧૪ સપ્ટેમ્બરે લોન્ચ થશે iPhone 13 , કાર્યક્રમનું થશે લાઇવ પ્રસારણ

Apple એ પોતાની આગામી iPhone 13 સીરિઝની લોન્ચિંગની તારીખ ઓફિશિયલી જાહેર કરી દીધી છે. એ મુજબ તેને ૧૪મી સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આમ તો કંપની દર વર્ષે સપ્ટેમ્બરમાં જ પોતાની લેટેસ્ટ સિરીઝ લોન્ચ કરતી હોય છે, પરંતુ ગયા વર્ષે કોરોનાને કારણે તેને ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી હતી. પણ હવે ફરી એક વાર તેને સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવી રહી છે. છૅૅઙ્મી ૈઁર્રહી ૧૩નો ૧૪ સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમ વર્ચ્યુઅલ હશે અને સવારે ૧૦ વાગ્યે શરૃ થશે. આ સમગ્ર ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ યૂઝર્સ એપલની વેબસાઈટ અને તેની ઓફિશિયલ યૂટયૂબ ચેનલ પર જોઈ શકશે. આ સિવાય એપલ ટીવી દ્વારા આઈફોન, આઈપેડ, મેક પર પણ તેને જોઈ શકાશે. મળતી વિગતો પ્રમાણે કંપની Apple  iPhone 13 સિરીઝ અંતર્ગત આઈફોન ૧૩, આઈફોન ૧૩ પ્રો, આઈફોન ૧૩ પ્રો મેક્સ અને આઈફોન ૧૩ મિની લોન્ચ કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબApple ના ફેસ આઈડી ફીચરમાં આ વખતે ઘણાં ફેરફાર જોવા મળશે. કંપની આમાં એક ખાસ ટેક્નિક પર કામ કરી રહી છે, જેમાં યૂઝર્સ માસ્ક લગાવીને પણ ફોનને અનલોક કરી શકશે. એટલું જ નહીં, ધુમ્મસમાં કે તડકામાં જો યૂઝરે ચશ્માં પહેર્યાં હશે તો પણ આઈફોન તેના ચહેરાને ઓળખીને ફોનને અનલોક કરી આપશે. 

Twitter એ લોન્ચ કર્યું Super Follows જ ફીચર, કમાણી થઈ શકશે!

ટ્વિટરે ફાઈનલી જીેૅીિ ર્હ્લઙ્મર્ઙ્મુજ લોન્ચ કરી દીધું છે. આ એક એવું ફીચર છે જે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર ક્રિએટર્સને માત્ર સબ્સક્રાઈબર કન્ટેન્ટ રજૂ કરીને માસિક આવક રળવામાં મદદ કરે છે. ટ્વિટરનું કહેવું છે કે, તે ઈચ્છે છે કે યૂઝર્સ સ્પેશ્યિલ ટોપિક્સ વિશે વાત કરે. ટિપ જાર અને ટિકટેડ સ્પેસ જેવા અગાઉ રજૂ કરવામાં આવેલા ફીચર્સની જેમ જીેૅીિ ર્હ્લઙ્મર્ઙ્મુજ પણ વધુ એક પેઈડ સુવિધા છે. ટ્વિટરના પ્રોડક્ટ મેનેજર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હવે લોકો ટ્વિટર પર પોતાના ફોલોઅર્સ સાથે માત્ર યૂઝર કન્ટેન્ટ શેર કરીને માસિક આવક કમાઈ શકે છે. આ ફીચર વધુ ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટ માટે ઓપન છે અને તેનો ઉપયોગ કોઈપણ ટ્વિટર યૂઝર્સ દ્વારા કરી શકાય છે જે પોતાની યુનિક પર્સનાલિટીને ટ્વિટર પર લાવે છે. આ ફીચર એક્ટિવિસ્ટ, પત્રકાર, સંગીતકાર, લેખક, ગેમર્સ વગેરે લોકો માટે ફાયદાકારક રહેશે. ક્રિએટર ટ્વિટર પર પોતાના સૌથી વધુ જોડાયેલા ફોલોઅર્સ માટે ૨.૯૯, ૪.૯૯ અને ૯.૯૯ ડોલર પ્રતિ માસનું સબ્સક્રિપ્શન નક્કી કરી શકે છે. હાલ આ ફીચર ભારતમાં ઉપલબ્ધ નથી પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થાય તેવી શક્યતા છે.

5G આગમન પછી પણ ભારતમાં 4G નો  દબદબો યથાવત્ રહેશે

એક તરફ ટેલિકોમ કંપનીઓ ભારતમાં ફાઈવ જી લોન્ચ કરવા માટે પરીક્ષણો કરી રહી છે બીજી તરફ એક રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, ફાઈવ જીના આગમન પછી પણ ભારતમાં આવતાં ત્રણ-ચાર વર્ષ સુધી ૪ય્નો દબદબો જરાય ઓછો નહીં થાય. ર્ંર્ાઙ્મટ્વના રિપોર્ટ પ્રમાણે ભારતમાં ૪ય્નો ઉપયોગ સૌથી વધુ છે. ૨૦૨૦ના ચોથા ક્વાર્ટરમાં તે ૯૩.૫ ટકા હતો જ્યારે ૨૦૨૧ના બીજા ક્વાર્ટરમાં તે વધીને ૯૬ ટકા થઈ ગયો હતો. વર્ષ ૨૦૨૦માં ડાઉનલોડ સ્પીડ જ્યાં ૧૦.૬૪ એમબીપીએસ હતી, તે ૨૦૨૧માં વધીને ૧૫.૬૭ એમબીપીએસે પહોંચી ગઈ છે. પરિણામ સ્પષ્ટ છે કે આજેય દેશમાં ચાર ટકા લોકો સિવાયના સૌ ૪ય્નો જ ઉપયોગ કરી રહ્યાં છે. એ સ્થિતિમાં આટલી મોટી સંખ્યાને ટૂંક સમયમાં ફાઈવ જી તરફ વાળવી આસાન નથી. એમાંય કોરોના પછી ટેલિકોમ કંપનીઓએ જે રીતે ગ્રાહકોને રીતસરનું લૂંટવાનું ચાલુ કરી દીધું છે તે જોતાં સામાન્ય માણસને ફાઈવ જી પોસાશે કે કેમ તે પણ સવાલ છે. આ સ્થિતિ ફાઈવ જીના આગમન પછી પણ ચાલુ રહેશે તો કંપનીઓના મોંઘા પ્લાન બહુમતી ગ્રાહકોને પોસાશે પણ નહીં. પરિણામે મર્યાદિત બજેટ ધરાવતા ગ્રાહકો ૪ય્ નેટવર્ક પર જ યથાવત્ રહેશે તેવું રિપોર્ટમાં જણાવાયું છે.

મુંબઇની અદાલતે Selmon Bhoi GAME  પર પ્રતિબંધ લગાવ્યો

અકસ્માત જેવી ઘટનાને પણ પોતાના ફાયદા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું વરવું ઉદાહરણ હમણાં ગેમની દુનિયામાં જોવા મળ્યું હતું. એક્ટર સલમાન ખાનના હિટ એન્ડ રન પર આધારિત એક ગેમ જીીઙ્મર્દ્બહ ર્મ્રૈ પર મુંબઈની સિવિલ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે ગેમ બનાવનાર કંપની પેરોડી સ્ટુડિયોઝને ગેમ અને કોર્ટ સાથે જોડાયેલા કોઈપણ કન્ટેન્ટના પ્રસાર, લોન્ચ, રિલોન્ચ કે રિ-પ્રોડયૂસ કરવા પર બેન મૂકી દીધો છે. કોર્ટે ગેમને ગૂગલ પ્લે સ્ટોર ઉપરાંત અન્ય પ્લેટફોર્મ પરથી પણ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે ગેમ અને તેના ફોટા જોઈને પહેલી નજરે લાગે છે કે આ સલમાન ખાનની ઓળખ સાથે મળતી આવે છે અને તેની સાથે જોડાયેલા હિટ એન્ડ રન કેસ સાથે જોડાયેલી છે. સલમાને પણ આ મામલે કોઈ સહમતી નથી આપી ત્યારે આ રીતે તેના નામનો ઉપયોગ કરી શકાય નહીં. ગેમ સંપૂર્ણપણે હિટ એન્ડ રન પર આધારિત છે. તેમાં સલમાન ખાનના કાર્ટૂનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણ સ્ટેજની આ ગેમમાં સેલમોન ભોઈ એક બગીચા જેવી જગ્યાએ હરણ અને માણસ જેવા દેખાતા એક પાત્ર પર કાર ચડાવીને મારી નાખે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો