સાગબારાના માર્ગો પર ખાડાઓ પડી જતા મુશ્કેલી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સાગબારાના માર્ગો પર ખાડાઓ પડી જતા મુશ્કેલી

સાગબારાના માર્ગો પર ખાડાઓ પડી જતા મુશ્કેલી

 | 2:45 am IST

સેલંબા ઃ સાગબારા ખાતે જાહેર માર્ગો પર ખાડા પડી જવા પામ્યા છે જેને લઇ લોકોને ભારે તકલીફેનો સામનો કરવો પડી રહ્યો છે.વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.વરસાદની સતત હાજરી થી સર્વત્ર પાણી પાણી થઈ જાવા પામ્યું છે.ચાર પાંચ દિવસથી વરસી રહેલા વરસાદ થી રસ્તાઓની હાલત ખરાબ થઈ જવા પામી છે.રસ્તાઓ ભારે વરસાદને લઇ ધોવાઈ ગયા છે.તાલુકા મથક એવા સાગબારા નગર ના પણ આંતરિક માર્ગો ની હાલત પણ ખરાબ થઈ જવા પામી છે. ક્યાંક જાહેરમાર્ગો વરસાદના કારણે ધોવાઈ ગયા છે તો ઘણી જગ્યાએ મસમોટા ખાડાઓનું નિર્માણ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;