સાગબારાની ૨૭૦૦ મહિલાઓ અધિકારો મેળવવા મેદાનમા આવી - Sandesh
  • Home
  • Baroda
  • સાગબારાની ૨૭૦૦ મહિલાઓ અધિકારો મેળવવા મેદાનમા આવી

સાગબારાની ૨૭૦૦ મહિલાઓ અધિકારો મેળવવા મેદાનમા આવી

 | 3:53 am IST

મહિલાઓને સ્વતંત્ર હક્કો આપવાના મુદ્દે કલેકટરને આવેદનપત્ર

। રાજપીપળા ।

નર્મદા જિલ્લામા આદિવાસી મહીલાઓના નામો તેમના વારસાઇમાથી કાઢી નાંખી તેમના હક્કો છીનવી લેવાના પ્રયાસ સામે સાગબાગા વિસ્તારની ૨૭૦૦ આદિવાસી મહીલાઓ રોષે ભરાઇ હતી. આજે સંગઠીત બની હકો અને ન્યાય માટે રાજપીપળા ખાતે કલેટકરને આવેદન આપ્યુ હતુ.

આ આવેદનપત્ર પત્રમાં સમસ્યાઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં જણાવેલ વિગત અનુસાર ૬૦ ટકા મહિલાઓ ખેતી કામ કરે છે.  પરંતુ જ્યારે જેના નામે વારસાઇ કરવાની વાત આવે છે. ત્યારે નામ કાઢી નાખવામાં આવે છે. આ ઉપરાંત કૃષિની યોજનાના લાભો પણ મહિલાઓને મળવા જોઇએ.

સાગબારાના ઉષાબેન વસાવા એ જણાવ્યું હતું કે, મહિલા વિકાસ મંચ થકી દેડિયાપાડા અને સાગબારામાં ૫૫ ગામોની ૨,૭૦૦ જેટલી મહિલાઓ આજે સંગઠિત બની છે. આદિવાસી મહિલાઓ ને કોઇ સરકારી લાભો મળે અને વારસાઇમાં પણ નામ દાખલ થાય તેવી માગ કરી અમારા અધિકારો અમને મળવા જોઇએ તેમ જણાવાયુ હતુ.

;